ચોકલેટનો ઈતિહાસ: ચલો કુછ ‘મીઠા’ હો જાયે!!

43

પ્રેમનો એકરાર કરવો હોય તો ફુલોની સાથે ચોકલેટ, રિસાયેલી ગર્લફેન્ડંને મનાવવી હોય તો ચોકલેટ, રડતા બાળકને હસાવવો હોય તો ચોકલેટ સૌ વચ્ચે-એકબીજા ખુશીની વહેંચલી કરવી છે તો ચોકલેટ જમ્યા પછી કંઈક મીઠું ખાવું  હોય તો ચોકલેટ જોયુંને ચોકલેટ કેટલી કામની છે.

૯મી ફેબુ્રઆરી તો આખુવિશ્ર્વ તેના નામથી ઉજવણી કરે છે. આ દિવસે પ્રેમ કરનારા એક બીજાને ચોકલેટ આપીને દિલની વાત કરે છે.

ચોકલેટનોે ઈતિહાસ જોઈએ તો તે શબ્દ વિશેજ આપણને ઘણા તથ્યો મળે છે.કેટલાક નામુજબ આ શબ્દ મુખ્યરૂપે સ્પેનિશ ભાષાનો શબ્દ છે પણ મોટાભાગે ચોકલેટ શબ્દ માયા અને એજટેક સભ્યતાઓની ઉપજ મનાય છે.જે મધ્ય અમેરીકા સાથે જોડાયેલો છે. એજટેકની નેટહુલ ભાષામાં ચોકલેટનો અર્થ ખાટુ કે કડવું થાય છે. ચોકલેટની મુખ્ય સામ્રગી કેકોકે કોકો વૃક્ષની શોધ બે હજાર વર્ષ પહેલા અમેરીકાના વર્ષાવનમાં થઈ હતી આ ઝાડની શીંગોમાં જે બીજ હોય છે તેમાથી ચોકલેટ બને છે.સૌથી પહેલા મેકિસકો અને મધ્ય અમેરિકાના લોકોએ આ ચોકલેટ બનાવી હતી. પણ ત્યારે આ ચોકલેટ ખાવાની નહી પીવાની વસ્તુ હતી.

૧૫૨૮માં સ્પેને જયારે મેકિસકોપર કબજો કર્યો ત્યારે  તેના રાજા મોટાપ્રમાણમાં કોકોના બીજ અને ચોકલેટ બનાવવાના યંત્રો પોતાની સાથે સ્પેન લઈ ગયા. અને ટુંક સમયમાં જ ચોકલેટ શ્રીમંતોનું ફેશનેબલ ડિંક બની ગયું. ઈટાલીનાં એક પ્રવાસી સ્પેનમાં આ ચોકલેટ બનતી જોઈ તેને પોતાના ઈટાલીમાં ચોકલેટનો પ્રચાર કર્યો.૧૬૦૬માં ઈટાલીના ઘર ઘરમાં ચોકલેટ ફેમસ થઈ ગઈ ફ્રાંસે ૧૬૧૫માં ચોકલેટ પીવાનો સ્વાદ માણ્યોને લોકોને આરોગ્યની દષ્ટિખુબ ઉપયોગી પદાર્થ લાગ્યો ઈગ્લેંડમાં ચોકલેટનું આગમન ૧૬૫૦માં થયું ત્યાં સુધી ત્યાંના લોકો ચોકલેટ પીતા હતા.

તમને જાણીને નવાઈ લાગશે કે ચોકલેટ પહેલા અમેરીકાના લોકો કોકોના બીજોને વાટીને તેમાં વિવિધ પ્રકારના મસાલા જેવાકે ચીલી વોટર, વેનીલા વિગેરે નાખી એક તીખો-શુપ જેવો પીવાનો  ચોકલેટને મીઠી બનાવવાનો શ્રેય યુરોપને જાય છે.એક અંગ્રેજ ડોકટરે અમેરીકાનો પ્રવાસ કર્યોે અને ખાવાની ચોકલેટની રીતે તૈયાર કરી તેને ચોકલેટ માંથી મરચુ હટાવીને દુધ અને ખાંડ નાખી.કેડબરી મિલ્ક ચોકલેટની રેસીપી તેનેજ બનાવી હતી.ચોકલેટને પીવાની વસ્તુમાંથી ખાવાની વસ્તું પણ યુરોપેજ બનાવી.

ત્યારથી ચોકલેટ ખાવાની મીઠીમીઠી વસ્તુબની ગઈ આપણે સો અહિ ખાટી-મીઠી પીપર ખાતા કે ચગળતા હતા ત્યારે ૫૦૦ વર્ષ પહેલાતો અન્યદેશોમાં ચોકલેટ ખવાતી હતી.આજના જમાનાની ઉત્તમ ભેંટ ચોકલેટ મનાય છે.સ્વીટડીશ રૂપમાં કે એકશર એ-મોહબ્બતથી ચોકલેટનું મહત્વ વધ્યું છે.ઘણા બધા રોગોના ઈલાજમાં પણ ચોકલેટનો ઉપયોગ થાય છે.

આજે ૨૧મી સદીમાં કાળી-સફેદ-ખાટી-મીઠી, તીખી કે સોલ્ટી જેવી વિવિધ ચોકલેટો બજારમાં વિવિધ આકારો જેવા કે ગોળા-સ્કેવર, ચોરસ, લંબચોરસ, ટેડી કે બાળકોને ગામનાં વિવિધ કેરેકટરો વાળી મળી રહી છે.પણ હાલનાં દિવસોમાં ‘હાર્ટ’ શેપ ચોકલેટ મળે છે…વાહ ચોકલેટ વાહ!!

અને છેલ્લે ગુજરાતી ચોકલેટી પંકિત

તું કહે તો જાનું  તને મળવાને આવું

તને ગમતી ચોકલેટ લાવું…

Loading...