Abtak Media Google News

વર્ષ ૨૦૨૨ સુધીમાં ચીન ૧૬૧ કિ.મી. લાંબી લેનના ઇન્ટેલીજન્ટ એક્સપ્રેસ-વે બનાવવાની તૈયારી કરી રહ્યું છે આ વે હંગઝોઉ અને નંગબોને જોડશે તેનાથી ૨૦ થી ૩૦ ટકા ટ્રાફિક સમસ્યા ઓછી થઇ જશે અને બંને શહેરોના વચ્ચેની દુરીમાં પણ ૨ કલાકના સમયની બચત થશે. ચીનના એક્સપ્રેસ-વે ની ગતિ ૧૦૦ અને ૧૨૦ કિ.મી. પ્રતિ કલાક મુજબ રહેશે નવી ઇન્ટેલીજન્ટ એક્સપ્રેસ વે ઓટોમેટિક મોનિટરિંગ સિસ્ટમ ધરાવશે જેમાં સુરક્ષા માટેની તકેદારી રહેશે.

જેમાં ઇન્ટરનેટથી ચાલતા ટેકનોલોજી વાહનોનો પણ સમાવેશ કરવામાં આવશે. ચીની ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું હતું કે તે ચીનનું ભવિષ્યનું મોટુ આવિષ્કાર રહેશે અમે ઇલેક્ટ્રીક વાહનો માટે મોબાઇલ ચાર્જીગ પણ બનાવી રહ્યા છીએ. ચીને સૌથી પહેલો સોલાર હાઇવે બનાવીને સૌ કોઇને આશ્ર્ચયમાં  મુક્યા છે. આ હાઇવેની સોલાર પેનલ ૫,૮૭૫ સ્કવેર મીટરની છે. આ રોડનું મટીરીયલ ટ્રાન્સપેરેન્ટ, વજન ખમી શકે તેવુ મજબૂત આવ્યુ છે જે સૂર્યઉર્જાને પ્રવેશ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.