Abtak Media Google News

દક્ષિણ એશિયા ઉપરાંત આફ્રિકા, યુરોપ અને ઉત્તરી અમેરિકાના દેશો સાથે વેપાર વિકાસની યોજના

ચીન હવે વિશ્ર્વસર કરવા ૬૫ દેશો સાથે વન બેલ્ટ વન રોડથી કનેકટ થશે. જેમાં દક્ષિણ એશિયા ઉપરાંત આફ્રિકા, યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશો સામેલ છે.

ચીન હવે ૬૫ દેશો સાથે દરીયાઈ અને રોડ માર્ગે જોડાવાના પ્રોજેકટને વન બેલ્ટ વન રોડ નામ આપવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેકટનું મૂલ્ય ૫૪ બિલિયન (અબજ) અમેરિકી ડોલર છે. ચીન અને પાકિસ્તાને હાથ મિલાવતા આ પ્રોજેકટને ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર અંતર્ગત વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેકટ ૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવ્યો હતો જે ચીનને વાયા પાકિસ્તાન હિંદ મહાસાગર સાથે જોડશે. આ પ્રોજેકટથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને પર ઘણો ફાયદો થશે.

ગ્વાદર પોર્ટ ઓથોરીટીના ચેરમેન જમાલુદીન ખાને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતુ કે ગ્વાદર પોર્ટના વિકાસથી પાકિસ્તાનની આર્થિક ઉન્નતિ થશે કેમકે તેનાથી પાડોશી દેશો સાથે વેપાર સુગમ બનશે ગ્વાદર પ્રાંતમાં રોજગારીની તકો પણ વધશે. આમ ગ્વાદરના લોકોને આ પ્રોજેકટથી પહેલો ફાયદો પહોચશે. ચીનને પણ પાકિસ્તાન સાથે આર્થિક વ્યવહારો કરવા માટે વર્ષોથી ગ્વાદર પોર્ટમાં ઉત્સાહ જાગ્યો હતો.

એટલે જ ચીનના નાણા મંત્રાલયે ૨૦૦૭માં અને પછી બીજીવાર ૨૦૧૩માં ગ્વાદર પોર્ટના વિકાસ કાજે ભંડોળની ફાળવણી પાકિસ્તાન સરકારને કરી હતી. ચીને અગાઉ ભારતીય વિદેશ મંત્રાલય વેપાર મંત્રાલય અને નાણા મંત્રાલયને આ પ્રોજેકટ બારામાં વિશ્ર્વાસમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કાશ્મીર મુદે પાકિસ્તાન સાથે ચાલી રહેલા વિવાદના પગલે ભારતે કોઈ જ રસ દાખવ્યો ન હતો કે કોઈ જ પ્રતિક્રિયા દાખવી ન હતી. ભારતે ગ્વાદર પોર્ટ મુદે ‘મગ નું નામ મરી ન પાડતા’ શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કૂટ નીતિનું પ્રદર્શન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.