Abtak Media Google News

કોમ્બ્યુસ્ટીબલ આઈસ એટલે કે મીથેન હાઈડ્રેંટ જે બરફ અને કુદરતી ગેસનું મિક્ચર છે તેને અલગ તારવવા સફળ ઓપરેશન

કોમ્બ્યુસ્ટિબલ આઈસ તરીકે ઓળખાતો કુદરતી ગેસનો જથ્થો એક એવું ફોઝન મિશ્રણ છે જેનું ટેકનીકલ નામ મિથેન હાઈડ્રેટ તરીકે ઓળખાય છે. હવે ચીન અને જાપાન સી ફલોર એટલે કે દરિયાના પેટાળમાંથી તેને અલગ તારવવાની કાર્યવાહીમાં જૂટયું છે.

આમ તો ચીનને જાપાનની તકનીકી પ્રગતિથી વારંવાર પેટમાં તેલ રેડાય છે. પરંતુ મીથેન હાઈડ્રેટ તારવવાના મામલે બંને દેશના ભૂસ્તર શાસ્ત્રીઓ એક જૂટ થઈ ગયા છે.

China1ચીન અને જાપાનના ટેકનિશિયનો તેમજ એન્જીનીયરોએ દરિયામાં મસ મોટા ભારે ભરખમ ડ્રીલીંગ પ્લાન્ટ લગાવ્યા છે. ચીનની ન્યુઝ એજન્સી સીન હુઆએ જણાવ્યું કે આ એક ગ્લોબલ એનર્જી રીવોલ્યુશન મતલબ કે ક્રાંતી છે.

દરિયાના પેટાળમાં ડિલિંગ કરતી જાપાનના ક્રુ મેમ્બરોએ જણાવ્યું કે તેઓ આ ઓપરેશનની સફળતાની કામના કરી રહ્યા છે. તેમણે બે અઠવાડિયા પહેલા દરિયાના પેટાળમાંથી મીથેન હાઈડ્રેટ અલગ તારવવાનું ઓપરેશન શિમા પેનિન્સુલા ખાતે પાર પાડયું હતુ.

જાપાન અત્યારે પાવર પ્લાન્ટ અને સ્ટીલ ફેકટરીઓ માટે જ‚રી એવું ઈંધણ આયાત કરે છે. પરંતુ તેના પ્રદુષણથી ફેંફસાના રોગોનો ખતરો વધી જાય છે. જાપાનમાં શિમા પેનીન્સુલા, દક્ષિણ ચીન, પાડોશી દેશ બીયેતનામમાં દરિયાના પેટાળમાં આવા ઓપરેશનો જારી છે. મિથેલ હાઈડ્રેટ દરિયાના પેટાળમાંખાસ કરીને આકર્ટિક અને એન્ટાર્કટિક આઈસના ‚પમાં મળે છે તે ધરબાયેલો હોય છે. તેમાંથી ઈંધણ મેળવવામાં આવે તો તે ગ્લોબલ એનર્જી રીઝોલ્યુશન લાવી શકે છે. યુ.એસ એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર દુનિયાભરમાં ૨૮૦ ટ્રિલિયન કયુબીક મીટરથી લઈ ૨૮૦૦ ટ્રિલિયન કયુબિક મીટર ઉંડે મીથેન હાઈડ્રેટનો જથ્થો ધરબાયેલો છે.વર્તમાન વપરાશ મુજબ ૮૦ થી ૮૦૦ વર્ષ ચાલે તેટલો મીથેન હાઈડ્રેટ દરિયાના પેટાળમાં બરફના સ્વ‚પે ધરબાયેલો છે. ભારત અને અમેરિકામાં પણ મીથેન હાઈડ્રેટ મેળવવા પ્રયોગો થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.