ગોંડલ યાર્ડમાં મરચાંની આવક શરૂ: પ્રખ્યાત મરચાંની સિઝન ખીલી

સૌરાષ્ટ્રમાં મરચાંનું પીઠું ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની સિઝન શરું થતાં પ્રથમ દિવસે ૪૦૦ ભારી આવક થઇ છે. ત્રાકુડાનાં ખેડુત અલીભાઇ એ રુ.૪૧૦૦નાં ભાવે ૨૦ કિલો મરચાંનું વેચાણ કરી સિઝનનાં શ્રીગણેશ કર્યા હતાં.

ગોંડલીયા મરચાં તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત ગોંડલનાં મરચાંની આવક શરું થવાં પામી છે જે માચઁ મહીનાનાં અંત સુધી ચાલું રહેતી હોય છે. અથાણાં માટે વપરાતાં ખાસ ઘોલર મરચાંની માંગ ગૃહીણીઓમાં વધું જોવાં મળે છે. જેને કારણે મરચાંની અન્ય જાતમાં ઘોલર મરચાંનો દબદબો છે.

ગોંડલ પંથકમાં ઘોલર ઉપરાંત રેશમ પટ્ટો, સાનીયા, તેજસ, ૭૦૨,૭૧૩ અને કાશ્મીરી મરચાંનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. પંથકનાં અંદાજે ૪૦૦ ખેડૂતો એ કાશ્મીરી મરચાં નું વાવેતર કર્યુ છે.

કાશ્મીરી મરચાંનાં ભાવ ચાલું સિઝનમાં રુ.પાંચ હજારથી વધું નિકળે તેવી શકયતા છે. યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજા એ જણાવ્યું કે ભારે વરસાદ ને કારણે મરચાંનાં વાવેતરને નુકસાન થયું હોય ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેની અસર ભાવ પર રહે તેવી શકયતા છે. ખેડૂતો એ મરચાં યોગ્ય રીતે સુકવીને યાર્ડમાં લાવવાં અપીલ કરી સુકાયેલાં મરચાંનો સારો ભાવ મળે તેવું જણાવ્યું હતું

Loading...