Abtak Media Google News

વાંચે ગુજરાત અંતર્ગત…

ધોરણ ૩થી લઈને ૮માં સુધી ભણતાં તમામ બાળકોને આ રીતે વાંચન કરાવવાથી બાળકની રોજિંદી બોલચાલથી રીત પણ બદલાશે તેવું અનુમાન છે

આગામી સમયમાં રાજ્યભરની તમામ શાળાઓમા વાંચન અભિયાન શરુ થશે. જે અંતર્ગત ત્રીજાથી આઠમાં ધોરણના વિદ્યાર્થીઓ ક્લાસમાં મોટેથી વાંચન કરશે. આ માટે રાજ્ય સરકારે સૂચના આપી છે. ૨૫ નવેમ્બરથી આ અભિયાન શરુ થશે. જોકે, બીજી હકીકત એવી છે કે શાળામાં ૨૦૦ વિદ્યાર્થીઓની નોંધણી સામે ફક્ત ૪૦ બાળકો જ સ્કૂલે આવ્યા હતા.

બીજું સત્ર શરૂ થતાં શિક્ષકોએ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ આવે તે માટે વાલીઓને ફોન પણ કર્યા હતા, પરંતુ શાળામાં માત્ર ૪૦ બાળકો જ ભણતાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓમાં ભણતર અને ભાષા પ્રત્યે રસ કેળવાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે આગામી ૨૫ નવેમ્બરથી રાજ્યની તમામ શાળાઓમાં એક અનોખું દ્રશ્યો જોવા મળશે. જે અંતર્ગત દરેક વિદ્યાર્થીને ૧ કલાક મોટેથી ગુજરાતી ભાષાનું વાંચન કરાવવામાં આવશે.

સરકારના શિક્ષણ વિભાગનું અનુમાન છે કે ૮૦ ટકા વિદ્યાર્થીને ગુજરાતીમાં ૫૦ ટકાથી ઓછા માર્ક મળે છે. રાજ્યના શિક્ષણ વિભાગે પણ સ્વીકાર્યુ છે કે ગુજરાતી ભાષા માટે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું જરુરી છે. આ માટે આગામી ૨૫ નવેમ્બરથી ૩ એપ્રિલ સુધી ત્રીજા ધોરણમાં ભણતાં બાળકો ૧૦૦ દિવસ સુધી ૧ કલાક મોટેથી વાંચશે. આ માટે રાજ્ય સરકાર ગુજરાતની દરેક શાળાને ભાષા દીપક નામનું પુસ્તક આપશે. આ પુસ્તકમાં ૧૬ દિવસનો અભ્યાસક્રમ છે.

૨૫ નવેમ્બરથી શરુ થતું આ અભિયાન ૧૦૦ દિવસનું છે. જેમાં બાળકોએ દરરોજ એક કલાક મોટેથી વાંચવું પડશે. ધોરણ ૩થી લઈને ૮માં સુધી ભણતાં તમામ બાળકોને આ રીતે વાંચન કરાવવાથી બાળકની રોજિંદી બોલચાલથી રીત પણ બદલાશે તેવું અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.