Abtak Media Google News

શાળાના આચાર્ય તથા શિક્ષકોએ બાળકોને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન વિશે કર્યા માહિતગાર

જામકલ્યાણપુર તાલુકાની નંદાણા તાલુકા શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા બાળકોને ચૂંટણીની પ્રક્રિયા સમજાવવા માટે એક પારદર્શક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ચૂંટણીમાં કઈ રીતે મતદાન કરવું ? મતદાન મથકમાં શું પ્રક્રિયા કરવામાં આવે ? મતદાન કુટીર એટલે શું ? મતદાન કુટિરમાં શુ હોઈ ? ત્યાં કોણ કોણ અધિકારીઓ હોઈ ? તેમની શું કામગીરી હોય ? પ્રિસાઈડિંગ ઓફિસર એટલે શું ? પ્રથમ પ્રિસાઈડિંગ ઓફિસર તેમજ દ્વિતીય પ્રિસાઈડિંગ ઓફિસર એટલે શું ? તેઓની કામગીરી શુ હોય ? તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આલાભાઈ માડમ પ્રિસાઈડિંગ ઓફિસર, ધારાબેન જાની પ્રથમ પ્રિસાઈડિંગ ઓફિસર અને કાજલબેન કાલાવડીયા દ્વિતીય પ્રિસાઈડિંગ ઓફિસર બન્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલ તેમજ શિક્ષકો ધારાબેન જાની, કાજલબેન કાલાવડીયા, ગીરીશભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પટેલ, આલાભાઈ માડમ અને કૌશલભાઈએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.