Abtak Media Google News

સાંજે ૭ કલાકે મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને બેઠક: વિકાસકામો અને સંગઠન પર્વ અંતર્ગત ચર્ચાઓ થશે

રાજકોટ સહિત રાજયની આઠેય મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ અને સંગઠનનાં હોદેદારોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર બોલાવ્યા છે. સાંજે ૭:૦૦ કલાકે મુખ્યમંત્રીનાં સતાવાર નિવાસ સ્થાને બેઠક યોજાશે જેમાં મહાપાલિકાનાં વિકાસ કામો અને સંગઠન પર્વ અંતર્ગત ચર્ચા-વિચારણા કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, વડોદરા, સુરત, ગાંધીનગર અને અમદાવાદ સહિત આઠેય મહાપાલિકાનાં પદાધિકારીઓ અને મહાનગરનાં સંગઠનનાં હોદેદારોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર બોલાવ્યા છે. રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ અને જીતુભાઈ કોઠારી બપોરે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. સાંજે ૭:૦૦ કલાકે મુખ્યમંત્રીનાં સતાવાર નિવાસ સ્થાને મહાપાલિકાનાં પદાધિકારીઓ અને સંગઠનનાં હોદેદારો સાથે વિજયભાઈ રૂપાણી બેઠક યોજશે જેમાં મહાપાલિકાઓમાં થતાં વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પડતર પ્રશ્નોની ચર્ચા કરાશે અને સંગઠન પર્વ અંતર્ગત મહાપાલિકાઓમાં સભ્ય નોંધણીની કામગીરી પણ સમીક્ષા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.