Abtak Media Google News

આજથી તહેવારોનો માહોલ શરૂ થઇ ગયો છે, આજે બોળચોથ છે, ગૃહિણીઓ ગાય-વાછરડાની પૂજા કરી પોતાના પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે, કાલે નાગપાંચમ છે, ઘરે-ઘરે અને નાગ મંદિરોમાં નાગ દેવતાની ભાવભરી પૂજા થશે. બુધ અને ગુરૂવારે રાંધણછઠ્ઠ છે, બે દિવસ રાંધણ છઠ્ઠ હોય શુક્રવારે સાતમ અને શનિવારે આઠમની ઉજવણી થશે, રાજકોટમાં અકિલા જબરી રથયાત્રા નીકળે છે, લાખો લોકો ભાવવિભોર બની જાય છે.

રાજકોટમાં સાતમ-આઠમના  તહેવારો સંદર્ભે દર વર્ષે કલેકટર કનિદૈ લાકિઅ તંત્ર રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરે છે, આ વર્ષે પણ મલ્હાર લોકમેળો યોજી રહ્યું છે, તમામ સ્ટોલ વેચાઇ ગયા છે, તંત્રને  કરોડ ઉપરની આવક થઇ છે, મેળાના મેદાનમાં અવનવી રાઇડો સહિતની ગોઠવણો થઇ રહી છે. ગુરૂવારે બપોરે ૪ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી લોકમેળાનું દબદબાભર્યુ ઉદઘાટન કરશે, અને તે સાથે પાંચ દિ’નો રંગીન મેળો જમાવટ કરશે. પાંચ દિ’ના આ મેળામાં અંદાજે ૧પ લાખ લોકો ઉમટી પડે તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.