મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર: રોડ શો

61

ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે બેઠક ગુજરાતી સમાજ સાથે સંમેલન પણ યોજયા

મહારાષ્ટ્ર વિધાનસભાના ૨૮૮ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરે યોજાનારી ચૂંટણીમાં રાજ્યમાં ફરી પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર રચાય તે માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહારાષ્ટ્રમાં ઝંજાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેઓએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી ગુજરાતી સમાજના સંમેલનો યોજાયા હતા અને રોડ-શો કર્યા હતા.આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જોગેશ્ર્વરી વેસ્ટ ખાતે આવેલા ગુજરાત સમાજ બહુદ મુંબઈ ગુજરાતી સમાજના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી અને અલગ-અલગ વિષયો પર તેઓની સાથે ચર્ચા કરી હતી. બપોરે ૧૨ કલાકે અંધેરી પશ્ર્ચિમ ખાતે મહારાણા પ્રતાપ માર્ગ ખાતે સેલીબ્રેશન કલબમાં ખાતે ગુજરાત સમાજ સંમેલનમાં હાજરી આપી હતી. ત્યારબાદ બપોરે ૨ કલાકે ભારત ડાયમંડ બુર્શ બીકેસી ખાતે ડાયમંડ ઈન્ડ.ના ઉદ્યોગપતિ સાથે સંમેલન યોજયું હતું. સાંજે ૬:૩૦ કલાકે જૈન દેરાસર મલાડ, વેસ્ટ રેલવે સ્ટેશન, માલવે દરવાડી, રામચંદ્ર રોડ, મારવે રોડ, આદર્શ દુગ્ધાલય, ગોરસવાડી, એસવી રોડ અને ભદ્રનગરમાં વિશાળ રોડ શો યોજવાના છે અને વિશાળ સંખ્યામાં મેદની ઉમટી પડે તેવી સંભાવના છે. રાત્રે ૮ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિલેપાર્લે પશ્ચિમ ભાઈદાસ હોલની નજીક જશોદા રંગમંદિર ખાતે ગુજરાતી સમાજ સંમેલનમાં પણ હાજરી આપશે.

 

Loading...