Abtak Media Google News

૯૦ કરોડના ખર્ચ લેન નો . કિલો મીટર લાંબો બ્રિજ બનશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે ગોંડલ રોડ ચોકડી ખાતે નિર્માત દિન ફલાય ઓવરબ્રીજનું ભૂમિપુજન કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગોંડલ ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા રૂ ૯૦ કરોડના ખર્ચથી બનનારા ફલાય ઓવર બ્રીજના ભૂમિપૂજન  કરશે. અમદાવાદથી પોરબંદર તરફ જતાં નેશનલ હાઇવે પર ગોંડલ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ આ ફલાય ઓવર બ્રીજ બનતા આવી જશે.

નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા પુરી પાડવામાં આવેલી વિગતો જોઇએ તો આ ફલાય ઓવર બ્રીજ ૬ લેન ૧.૨ કીમી લાંબાલ બનશે.

એટલે કે ગોંડલ ચોકડીથી છેક જય ગણેશ મોટર ફોર્ડ પર ઉતરશે. એક જ પિયર ઉપર બનવાનો છે. જયારે નીચે ૧.૪ કિ.મી. લાંબા સવીસ રોડ પણ બનાવવામાં આવશે. જયારે રાહદારીઓ માટે એક અન્ડર પાસ પણ બનશે. આ ઓવર બ્રીજ બનતા ત્યાંથી ટ્રાફીક સરળતાથી પસાર થઇ શકશે.આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે જય ગણેશ મોટર ફોર્ડ સામે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉ૫સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ભૂમિપુજન કરશે. આ વેળાએ સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા અને અરવિંદભાઇ રૈયાણી ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.