Abtak Media Google News

મુખ્યમંત્રીની ઉપસ્થિતિતમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાનસંકલ્પ યોજનાના નૂતન અભિયાનમાં ૧૯ બાળકોએ શાળા પ્રવેશ કર્યો

નયા ભારતની કલ્પનાને સાકાર કરવા આપણે આપણા યુવાનોને તેજસ્વીતા સાથે સંસ્કાતરમય બનાવવા અનિવાર્ય છે. હાલમાં સ્પર્ધાનો સમય છે. ત્યારે, આપણું બાળક સ્પર્ધામાં આગળ વધી તેની સિધ્ધિઓ હાંસલ કરી શકે તેવુ આપણે વાતાવરણ આપવું જોઇએ અને તે માટે જરૂરી તમામ તકો પણ ઉપલબ્ધ કરાવવી જોઇએ. તેમાં સામાજિક સંસ્થાઓએ પુરો સહયોગ આપવો જરૂરી છે. તેમ મુખ્યેમંત્રી વિજયભાઇ રૂપાણીએ બ્રહ્મસમાજ આયોજીત સમારોહમાં જણાવ્યુ હતું.

આ તકે મુખ્યમંત્રીએ સમસ્તં બ્રહ્મસમાજ તથા તેના હોદેદારોને બાળકો માટે શરૂ કરેલ જ્ઞાન સંકલ્પ યોજના માટે અભિનંદન આપ્યાી હતા અને આ યોજનાનો વ્યાોપ વધારવા માટે અનુરોધ પણ કર્યો હતો.

મુખ્યનમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રમુખસ્વામિ એડીટોરીય રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જ્ઞાન સંકલ્પ યોજનાનું મંગલદીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યામંત્રીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, શિક્ષણ તો બ્રાહ્મણોનાં ડીએનએમાં હોય છે અને તેનાં થકી જ વરસોથી બ્રાહ્મણો સમાજને સંસ્કારમય અને શિક્ષિત કરી રહ્યો છે. તેવા સંજોગોમાં બ્રહ્મ સમાજનો કોઇ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે જોવાની જવાબદારી સમાજ અને સમાજ અગ્રણીઓની છે આ બાબતે જરૂર પડશે તો રાજય સરકાર પૂર્ણ સહયોગ આપશે.

Chief-Minister-Urges-Young-People-To-Make-The-Young-Indias-Citizens-Happy
chief-minister-urges-young-people-to-make-the-young-indias-citizens-happy

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જ્ઞાન સંકલ્પો યોજના અંતર્ગત ૧૯ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે આ યોજનામાં સહયોગ આપનાર શાળા સંચાલકો-દાતાઓનું મુખ્યયંત્રીનાં હસ્તે  ગૌરવપ્રદ સન્માન કરવામાં આવ્યુ  હતું.

Chief-Minister-Urges-Young-People-To-Make-The-Young-Indias-Citizens-Happy
chief-minister-urges-young-people-to-make-the-young-indias-citizens-happy
Chief-Minister-Urges-Young-People-To-Make-The-Young-Indias-Citizens-Happy
chief-minister-urges-young-people-to-make-the-young-indias-citizens-happy

સમારોહમાં આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય,  મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ,  અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કલેશભાઇ મીરાણી, ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધૃવ,  ગુણુભાઇ ડેલાવાળા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુની. કમિ. બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, શિેક્ષણવિદ  ગીજુભાઇ ભરાડ, ગુલાબભાઇ જાની, સમાજનાં હોદેદારો, અગ્રણીઓ, નગરજનો ઉપસ્થિીત રહયા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.