Abtak Media Google News

૧૦ દિવસનો માઁ નર્મદા મહોત્સવ ૨૪ જિલ્લા, મહાનગરોમાં ઉજવાશે: સરકારના મંત્રીઓભાજપના પદાધિકારીઓની હાજરીમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજયમાં હાલ ઉજવાઈ રહેલા ર્માં નર્મદા મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આજે સુરેન્દ્રનગરથી નર્મદા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૦ દિવસની આ યાત્રા રાજયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે તેવા ૨૪ જિલ્લાઓ તેમજ ૭ મહાનગરોમાં ફરશે. ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા પૂજન કરી ડભોઈ ખાતે નર્મદા મહાસંમેલન ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે.

આ યાત્રા અંતર્ગત ભાજપના વિવિધ હોદ્દેદારો, સરકારના પ્રધાનો ૮૪ રથ સાથે ગામડાઓમાં ફરી નર્મદા માતાની મુર્તિરથનું પૂજન-અર્ચન કરશે. યાત્રા ૨૬ સપ્ટેમ્બરે સાંજે કેવડીયા પહોંચશે અને ૧૬-૧૭ સપ્ટેમ્બરે ૧૫ જિલ્લાઓમાં લાઈટીંગ કરવામાં આવશે. યાત્રા દરમિયાન યોજનાના લાભાર્થી વિસ્તારના ૧૨ મોટા સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજવવામાં આવશે. આજરોજ નર્મદા યાત્રાના પ્રારંભની તકે રાજયના પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયા ઉપસ્થિત રહ્યાં હતા.

અત્રે નોંધનીય છે કે, નર્મદા યોજનાનો સૌી વધારે લાભ સુરેન્દ્રનગર જિલ્લાને યો છે. મા નર્મદાના પાણી સુરેન્દ્રનગર જિલ્લામાં આવવાી ખેડૂતો વધારે પાક મેળવીને સમૃધ્ધ બની રહયા છે. સુરેન્દ્રનગર નજીક ધોળીધજા ડેમ જે ખાલી રહેતો હતો તે નર્મદાના પાણીી બારે માસ પાણીી ભરેલો રહે છે અને પીવાના પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કૂલ ચાર ર ફરશે અને અંદાજે ૫૦૦ ી પણ વધુ ગામોમાં આ ર ફરશે અને ગ્રામજનો તે આવકારશે. આ ચારેય રની પાછળ મોટર સાયકલ સો યુવાનો પરંપરાગત પોષાકમાં સજજ યેલા ખેડૂતો મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરશે અને આભારની લાગણી વ્યકત કરશે. આની સાોસા લોકડાયરો, ભવાઈ, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ર જશે તે ગામે યોજાશે. આ પ્રસંગે સાંસદો દેવજીભાઈ ફતેપરા, શંકરભાઈ વેગડ, ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, કિરીટસિંહ રાણા તા જિલ્લામાંી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્તિ રહ્યા હતા.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ નીચે સરકાર રચાયા બાદ ગણતરીના દિવસોમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના તમામ ૩૦ દરવાજા બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડેમના તમામ દરવાજા બંધ થવાને કારણે ડેમમાં હયાત ક્ષમતા કરતાં ચાર ગણો પાણીનો જથ્થો સંગ્રહ થતાં રાજ્યના લાખો ખેડૂતો અને નાગરિકોને લાભ થયો હોવાથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા નર્મદા મૈયાના વધામણાં કરવા નર્મદા ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. જો કે, અગાઉ આ યાત્રા ઓગસ્ટ મહિનામાં યોજાવાની હતી પરંતુ રાજયસભાની ચૂંટણી અને વડાપ્રધાનના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમોને કારણે યાત્રા મુલતવી રખાઈ હતી. જે બુધવારથી શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ૭૫ રથ તૈયાર કરવામાં આવ્યા છે અને ભાજપ તથા સરકારના પ્રધાનોની ઉપસ્થિતિમાં આ રથ રાજ્યમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે તેવા ગામોમાં ફરશે. આ યાત્રા દરમિયાન ૧૨ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત નર્મદા પૂજન-અર્ચન, સંગીત-ભજન સંધ્યા, લોકડાયરો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ડેમ પર દરવાજા બંધ કરવાની મંજૂરી મળતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ જ દિવસે ડેમ સાઈટની મુલાકાત લઈને તેમની હાજરીમાં આ કામગીરીનો આરંભ કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.