Abtak Media Google News

શ્રમદાન કરવા માટે આવેલા સહભાગીઓમાં ઠંડી છાસ અને સુખડીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ 

રાજ્યભરના તળાવોમાં ભરાયેલા કાંપને કાઢી તેની સંગ્રહ શક્તિવધારવાના શુભ હેતું સાથે રાજ્ય સરકાર દ્વારા આરંભવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં સ્વયં શ્રમદાન કરવાની નૂતન પહેલા કરનાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સવારમાં પોરબંદર જિલ્લાના બગવદર ગામે પહોંચ્યા હતા અને ગામની સીમમાં આવેલા તળાવને ઉંડુ ઉતારવાના ભાગિરથી કાર્યમાં સહભાગી બન્યા હતા.3673Ca9B A824 4364 B6E1 1Ed9640C0Ca6 બગવદર ગામના વિશાળ તળાવને ઉંડુ ઉતારવાનું આયોજન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ અહીં શ્રમદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સર્વ પ્રથમ તળાવને ખોદવા માટેની ધાર્મિક વિધિ કરી હતી અને તે બાદ મુખ્યમંત્રીશ્રીએ પોતે ત્રિકમ ઉપાડ્યું હતું. તેમણે તળાવને ઉંડુ લઇ જવા માટે ખોદકામ કર્યું હતું.

એ બાદ મુખ્યમંત્રીશ્રી શ્રમદાનના મહાકાર્યમાં જોડાયેલા ગ્રામજનોને મળવા પહોંચી ગયા હતા અને તેમણે પ્રત્યક્ષ મળી જળ અભિયાનની કામગીરીની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉદ્યમીઓને ઠંડી છાસ અને સુખડીનું વિતરણ કર્યું હતું.

8A0E28Af 941B 489F Aad3 97931C742Fdb

મુખ્યમંત્રીશ્રીએ બગવદરના તળાવને ઉંડુ ઉતારવા માટે આવેલા બૂલડોઝરને પણ પૂજ્યું હતું અને ખોદાણ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન, શ્રી રૂપાણીએ કલેક્ટર શ્રી મુકેશ પંડ્યા પાસેથી પોરબંદર જિલ્લામાં ચાલતા કામોની માહિતી મેળવી હતી અને આવતા ચોમાસા પૂર્વે જળાશયોની સંગ્રહશક્તિ મહત્તમ રીતે વધે એ પ્રકારે કામગીરી કરવા તેમણે સૂચન કર્યું હતું.

અહીં યાદ અપાવવું જોઇએ કે બગવદર તળાવને ઉંડુ ઉતારવા માટે ચાર હિટાચી, ચાર બૂલડોઝર કામે લાગ્યા છે અને તળાવ ઉંડું ઉતરતા આસપાસના ત્રણ ગામોના જળતળ ઊંચા આવશે.

આ વેળાએ ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઇ પણ સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.