Abtak Media Google News

સામાજિક અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ વર્ગોના સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક પણ યોજી

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અબડાસા વિધાનસભા સીટ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ગઢડા વિધાનસભા સીટ અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાયો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અબડાસા સીટના ભાજપાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આજે તેઓના અબડાસા વિધાનસભા વિસ્તારના પ્રવાસ દરમ્યાન ૧૧ કલાકે જંગલેશ્વર મેદાન ખાતે જાહેરસભાને સંબોધી હતી. ત્યારબાદ બપોરે ૧૨  કલાકે ઓધવરામ ફાર્મ, ખાતે સામાજિક અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ વર્ગોના સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરી હતી.

જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં આજે સવારે જલાલપુર ખાતે બપોરે માંડવા ખાતે જૂથ બેઠકોમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બપોરે ૩ કલાકે માંડવધાર, સાંજે ૬ કલાકે દડવા અને સાંજે ૭  કલાકે પાટણા ખાતે જાહેરસભામાં ઉપસ્થિત રહી સંબોધન કરશે.

પેટાચૂંટણીમાં ઝંપલાવી બળવો કરનાર ભાજપના ત્રણ કાર્યકરોને પાણીચુ

પેટાચૂંટણીના જંગમાં પક્ષના આદેશ વગર ઝંપલાવીને પક્ષ સાથે બળવો કરનાર ભાજપના ત્રણ કાર્યકરોને પ્રદેશ ભાજપ દ્વારા પાણીચુ પકડાવવામાં આવ્યું છે. મોરબી- માળિયા બેઠક ઉપર નગરપાલિકા સભ્ય જ્યોત્સનાબેન ભીમાણી, ધારી બેઠક ઉપર શહેર ઉપપ્રમુખ ભુપતભાઇ ઉનાવા અને ગઢડા બેઠક ઉપર શાંતિલાલ એમ.રાણવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેઓને બરતરફ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.