Abtak Media Google News

કાલુપુર સ્ટેશન ખાતે બુલેટ ટ્રેન, મેટ્રો રેલવે સાથેના સંકલન અને મેટ્રો સ્ટેશનની પણ સમીક્ષા કરી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વાલ ગામી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચ પર જાન્યુઆરી ૨૦૧૯માં ટ્રાયલ રન શરૂ કરાશે. આ દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ કામગીરી  અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલ્કતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછા માં ઓછી તકલીફ પડે કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાહકોને સૂચના આપી છે.2 74મુખ્યમંત્રીએ પ્રથમ ફેઈઝ ૪૦ કિ.મીનો છે તેમાં ૩૩.૫ કિ.મી એલિવેટેડ એટલે કે ઓવર બ્રિજ અને ૬.૫૦ કિ.મી અન્ડર ગ્રાઉન્ડ છે તેની ભૂમિકા આપી ઉમેર્યું હતું કે, આ રૂટ પર ૩૨ સ્ટેશનો આવશે. અમદાવાદ મહાનગરની ટ્રાફિક સમસ્યાના વિકલ્પ રૂપે માસ ટ્રાન્સપોર્ટેશન તરીકે આ મેટ્રોને તેમણે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

વિજયભાઈએ ૨૦૧૯ ડિસેમ્બર સુધીમાં મેટ્રોના કામને ફુલ સ્પીડમાં આગળ ધપાવવાની મેટ્રો પ્રોજેક્ટની તૈયારીઓ વિષે પણ જાણકારી મેળવી હતી. ૧૦૭૦૦ કરોડના આ પ્રોજેક્ટ માં ૬ હજાર કરોડની જાયકાની લોન છે તેમ પણ  તેમણે ઉમેર્યું હતું. ૧૦ જેટલા રક્ષિત સ્મારકો આ રૂટ માં આવે છે તેની પણ જાળવણી સો આ પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્રની મંજૂરીઓ મળી ગઈ છે તેની વિગતો પણ મુખ્ય મંત્રીએ પ્રચાર માધ્યમોને આપી હતી.3 59તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કાલુપુર રેલ્વે સ્ટેશન મલ્ટિપર્પઝ ઉપયોગમાં આવશે અને થ્રી લેયર ટ્રાન્સપોર્ટ અહીં ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રો ટ્રેન, રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય  માટે આ સ્ટેશનનો ઉપયોગ નાગરિકો મુસાફરો કરી શકશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧૨ની બહાર આવેલ કાલપુર મેટ્રો સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને સર્વાંગી સમીક્ષા કરી હતી. તેમણે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેના મેટ્રોના હાઇ સ્પીડ (બુલેટ) ટ્રેન સાથેના સૂચિત સંકલન (ઈન્ટીગ્રેશન)ની પણ માહિતી મેળવી હતી.4 29 તેમણે આ વિસ્તારમાં ભવિષ્યના આંતરમાળખાકીય વિકાસને ધ્યાનમાં રાખી યોગ્ય વિકાસ કાર્યો હાથ ધરવા માટે વિવિધ સત્તાધિકારીઓને સૂચનો કર્યા હતા ભવિષ્યમાં આ વિસ્તાર જાહેર પરિવહન માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.   5 18અત્રે ઉલ્લેખનીય છે કે, નોર્થ-સાઉ કોરિડોર અંતર્ગત બન્ને છેડેથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પાંચ કિમી. લંબાઇનો વાયાડક્ટ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્રણ સ્ટેશનોનું આર.સી.સી. વર્ક પણ પૂર્ણ વાના આર છે. રોલિંગ સ્ટોકના કોન્ટ્રાક્ટની જોગવાઇના ભાગરૂપે કોચનું મોક-અપ મોડેલ સપ્ટેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને તેને જાહેર જનતા જોઇ શકે તે રીતે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ નજીક કે અન્ય જાહેર સ્થળે મુકવામાં આવશે6 19અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર આઇ.પી.ગૌતમે સમગ્ર શહેરમાં પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાયેલી અને હાથ ધરાનાર કામગીરીની જાણકારી  પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમૂલ ભટ્ટ વગેરે ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.