મુખ્યમંત્રીએ આદિજાતી વિભાગને યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા

264
cm Vijay-Rupani
cm Vijay-Rupani

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતી વિભાગને યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા છે.

2017 18 ના વર્ષ માં ગુજરાત ના 14 આદિજાતિ વનબન્ધુ જિલ્લાના 426 વનબન્ધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટેની NEET માં અને 328 વિદ્યાર્થીઓ ઇજનેરી માટેની JEE માં પ્રવેશ પાત્ર થયા છે.

આ વનબંધુ યુવાઓ ને ગુજરાત સરકાર ના આદિજાતિ વિભાગે  97 કોચિંગ ક્લાસ દ્વારા કોચિંગ વ્યવસ્થા વિના મૂલ્યે પુરી પાડી હતી.

કુલ 3614 વનબન્ધુ  યુવાઓ NEET માટે અને1048 JEE/GUJCET માટે આ વર્ગોમાં કોચિંગ મેળવતા હતા..

2013 14 થી રાજ્ય સરકારે આ 14 આદિજાતિ જિલ્લાના બાળકો ને પણ મેડિકલ અને ઇજનેરી વિદ્યાશાખા માં પ્રવેશ મેળવવાની પરીક્ષા માટે સજ્જ કરવા NEET..JEE GUJCAT  ના કોચિંગ વર્ગો શરૂ કર્યા છે.

આના પરિણામે છેલ્લા  4 વર્ષમાં 1528 મેડિકલ બેઠકો પર આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

અગાઉ આદિજાતિ માટે ની અનામત  50 ટકા જેટલી બેઠકો વિદ્યાર્થીઓ ન મળવાથી ખાલી રહેતી હતી તે આ વિના મુલ્યે  કોચિંગ ક્લાસ  ની સુવિધા થી બહુધા ભરાઈ જવા લાગી છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતી વિભાગને આ યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા છે.

Loading...