મુંબઈની ઓલરાઉન્ડ રમતના કારણે ચેન્નઈ સામે ૪૬ રને વિજય

ધોનીની ગેરહાજરીમાં ચેન્નઈ આઈપીએલ સીઝન-૨૦૧૯માં પ્રથમ વખત ઘર આંગણે મેચ હાર્યુ

આઈપીએલ ૨૦૧૯ની ૪૪મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની સુરેશ રૈનાએ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ટીમમાં મુરલી વિજય, ધ્રુવ સોરે અને મીચલ સેન્ટનરને રમવાની તક આપવામાં આવી હતી. જયારે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરવામાં આવે તો અનુકુલ રોય અને ઈવીન લ્યુઈસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મુંબઈએ પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૫૫ રન નોંધાવ્યા હતા. જેમાં મુંબઈના સુકાની રોહિત શર્માએ સીઝનની પ્રથમ અર્ધસદી ફટકારતા ૪૮ બોલમાં ૬૭ રન કર્યા હતા. જેમાં તેને ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા પણ ફટકાર્યા હતા. તે ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના ઈવીન લ્યુઈસ કે જે આઈપીએલ ૨૦૧૯માં પ્રથમ મેચ રમ્યો હતો. તેને ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડયાએ ૧૮ બોલમાં ૨૩ રન નોંધાવ્યા હતા. જેમાં ૧ ચોગ્ગા અને ૧ છગ્ગાનો સમાવેશ થયો હતો. સાથો સાથ બોલીંગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે મીચલ સેન્ટનરે ૨ વિકેટ જયારે દિપક ચહલ અને ઈમરાન તાહિરે ૧-૧ વિકેટ ઝડપી હતી.

૧૫૬ રનનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ ૧૦૯ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. જેમાં ચેન્નઈ માટે રમી રહેલા મુરલી વિજયે સર્વાધીક ૩૮ રન કર્યા હતા. જયારે ૭માં અને ૮માં ક્રમે બેટીંગ કરવા આવેલા ડવેન બ્રાવો અને મીચલ સેન્ટનરે ૨૦ અને ૨૨ રનના અનુક્રમે યોગદાન આપ્યું હતું.

ચેન્નઈના ૭ બેટ્સમેનો સીંગલ ડિજીટલમાં આઉટ થઈ ગયા હતા ત્યારે મુંબઈ તરફથી જસ્પ્રીત બુમરાહ અને કુણાલ પંડયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જયારે હાર્દિક પંડયા અને અનુકુલ રોયે ૧-૧ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ન મહેન્દ્રસિંહ ધોની રમ્યો ન હતો જેને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે ૨૦૧૯ આઈપીએલ સીઝનમાં પ્રથમ વખત ઘર આંગણે મેચ હાયુર્ંં હતું. જયારે પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે જ રહેલું છે. ૧૬ પોઈન્ટ સાથે જયારે મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નઈ સામે મેચ જીતતાની સાથે જ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે ૧૪ પોઈન્ટે રહ્યું છે.

Loading...