Abtak Media Google News

સામગ્રી

  • ચીઝ – ૫૦ ગ્રામ
  • પનીર – ૫૦ ગ્રામ
  • કોર્ન ફ્લોર – ૨ ચમચી
  • ચીલી ફ્લેક્સ – ૨ ગ્રામ
  • મેંદો – ૨ ચમચી
  • સફેદ મરી પાવડર – અડધી ચમચી
  • ઓરેગાનો – અડધી ચમચી
  • નમક – સ્વાદ અનુસાર , તળવા માટે તેલ

બનાવની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ચીઝ અને પનીર લેવું ત્યારબાદ તેમાં બે ચમચી મેંદો, એક ચમચી કોર્ન ફ્લોર, બે ચમચી ચીલી ફલેક્સ,અડધી ચમચી સફેદ મરી પાવડર, અડધી ચમચી ઓરેગાનો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તમામ સામગ્રીને મિક્સ કરી તૈયાર થયેલા મિશ્રણમાં લીલી ચટણી ભરી નાના નાના બોલ્સ બનાવી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. વાઇટ કે રેડ સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

લીલી ચટણી

લીલી ચટણી બનાવવા માટે કોથમીર , ફુદીનો ,લીલા મરચા ,લસણ સમપ્રમાણમાં લઇ ઝીણું સમારવું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું આ ચટણી માટે પેસ્ટ નથી બનાવવાની માત્ર ઉપરોકત સામગ્રીને બારીક સમારી ચટણી તૈયાર કરવી.

ટિપ્સ

આ વાનગી બનાવતી વખતે ખાસ મેઝરમેન્ટનું ધ્યાન રાખવું ખાસ કરીને મેંદો અને કોર્ન ફ્લોર માત્રા ધ્યાનમાં રાખવી.

બોલ્સ તળતી વખતે તેલનું ટેમ્પરેચર પણ ધ્યાન રાખવું તેલ બરોબર ગરમ ન થયું હોય તો બોલ્સ ફાટી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.