Abtak Media Google News

અમરેલી જીલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો આધાર કાર્ડ નું વેરીફીકેશન કર્યા વગર બારોબાર અનાજ વહેંચી નાખતા હોવાની ફરીયાદો ઉઠયા પછી જીલ્લાભરમાં કલેકટરની સુચના અનુસાર ત્રણ નાયબ કલેકટરઓની આગેવાનીમાં મામલતદારઓ અને પુરવઠા વિભાગે પોલીસને સાથે રાખીને વ્યાજબી ભાવના દુકાનદારોને ત્યાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી રાજુલા જાફરાબાદ અમરેલી અને ધારીના રેશનીંગના લાયસન્સદારો દિનેશ મગન શેઠ (ધારી) ચિરાગ ગોરળીયા (અમરેલી) શૈલેષ લાલજી સરવૈયા (રાજુલા) નિજાર ચાવડા (ધારી) કપીલ કનુ નકુમ (રાજુલા) અશોક  કનુ વાઘેલા ની રેશનીંગના ઘંઉ, ચોખા, ખાંડ અને કેરોસીનના વિતરણમાં કરેલા ભ્રષ્ટાચાર સબબ રાજુલા પોલીસે ધરપકડ કરી હતી આજે આ ઇસમોને રાજુલાની સીનીયર ડીવીઝન કોર્ટમાં જજ શ્રી એસ.બી.જોષી સમક્ષ નાયબ પોલીસ અધિકારીએ રજુ કરી ૧૪ દિવસના આગળની તપાસ માટે રીમાન્ડ માગી હતી. નામદાર કોર્ટે આજથી દસ દિવસ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. તમામ આરોપીઓને વધુ તપાસ અર્થે  કોર્ટથી જ  અમરેલી લઇ જવાયા છે.

આજે કોર્ટમાં સુનાવણી શરુ હતી તે વેળાએ જીલ્લાભરમાંથી વ્યાજબી ભાવના દુકાનદારો મોટી સંખ્યામાં કોર્ટ કપાઉન્ડમાં હાજર હતા. અમરેલી જીલ્લામાં જે તે તાલુકાઓમાં સ્થાનીક  તંત્રને પડી નથી તમે ચાલતા અને ગરીબોના મુખેથી અનાજનો કોળીયો  છીનવનારા સામે તટસ્થ અને કડક તપાસ આપતો કેટલાક મોટા મગર મચ્છી પણ આમાં સપડાયા તેમ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.