ચારણ મહાત્મા ભકતવર ઇશરદાસજીની આજે પુણ્યતિથિ

149

કવિ ઇશર હરિરસ કિયો, છંદ તીનસો સાઠ, મહા દુષ્ટ પામે મુગતિ, જો કીજે નિત પાઠ

‘હરિરસ’ અને ‘દેવિયાણ’ ગ્રંથના રચયિતા ચારણ મહાત્મા ઇશરદાસજીનો જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ અને શ્રાવણ સુદ-૨ના રોજ મારવાડ પ્રદેશના જોધપુર જિલ્લાના બાડમેર તાલુકાના ભાદેશ ખાતે થયો હતો. ચારણ ગઢવી જ્ઞાતિના રોહડિયા (બારહડછ)શાખાના સુરાજી ઉદયરાજ પિતા અને માતાનું નામ અમરબા હતું. તેઓ બાલ્યકાળથી જ ગંભીર અને ઉદાર મનના હતા.

બાળપણમાં કાકા આશાજી પાસેથી અક્ષરજ્ઞાન મેળવી ચૌદ વર્ષની તરુણવયેજ પ્રથમ કાવ્યની રચના કરી હતી. ૩૬૦ દોહાના પવિત્ર હરિરસ ગ્રંથના મંગલાચરણમાં જીવનમાં જ્ઞાનદય કરનાર જ્ઞાનગુરુ તરીકે પીતાંબર ગોવર્ધન ભટ્ટની વંદના પણ તેઓએ રજૂ કરી છે.

જીવનકાળ દરમિયાન કચ્છ, દ્વારકા, ગિરનાર (જૂનાગઢ), સુદામપુરી (પોરબંદર)પ્રાચી પાટણ (ગિર સોમનાથ), માધવપુર (ધેડ) વગેરે સ્થળોએ તેઓએ તીર્થ યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન અને તેઓના જીવનકાળ દરમિયાન તેઓ જામરાવળ, રાયસિંહજી ઝાલા, વજાજી સરવૈયા, માંડણ ભકત અને નરસિંહ મહેતા જેવી વિવિધ પ્રતિભાઓના સંપર્કમાં પણ આવ્યા. તેઓએ નવાનગર (જામનગર)રાજય ખાતે રાજયશ્રમ સ્વિકારી નવાનગરને જૂ કર્મભૂીમ બનાવી હતી. લાખ પાસવ અને કરોડ પસાવ સહિત અન્ય પુરસ્કારો અને સન્માનો પણ મેળવ્યા હતાં.

ઇશરદાસજી વારંવાર દ્વારકા ખાતે દ્વારિકાધીશના દર્શનથે જતા હતા. એક વખત ભગવાનને પ્રસન્ન જોઇ ‘હરિરસ’ ગ્રંથ ભગવાનને સંભળાવતાં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન અતિ પ્રસન્ન થયેલા અને ઇશરદાસજીની જે ઇચ્છા હોય તે આપવાનું જણાવ્યું હતું. મહાત્મા ઇશરાદાસજીએ પરમાત્માના પદારવિંદની સેવામાં રાખવા અને આ ગ્રંથનું સાર્થકપણું માગ્યું હતું. તેઓના આવા પરોપકારી વચના સાંભળી પરમાત્મા ખૂબ રાજી થયા અને શ્રી કૃષ્ણચંદ્ર બોલ્યા કે, ‘તથાસ્તુ! હવે તમે સુખથી મારી પાસે આવો અને હરિરસનું જે નિત્ય પછન કરશે તે માનવનો પરમ મોક્ષ થશે. ઉપરાંત હરિરસ ગ્રંથનું શ્રવણ કરનારને હું મારું ધામ આપીશ. હરિરસ નામનો માત્ર ઉચ્ચાર કરનાર અથવા હરિરસ ગ્રંથને ઘરમાં રાખનાર યદ્યપિ મહાપાપી હશે તો પણ તેના પાપ નિવારણ કરી ઉતમ કુળમાં જન્મ આપી મારી અવિચળ ભક્તિ આપીશ એમો સંશય નહીં. મારા વચનો કદી પણ મીથ્યા થશે નહી.ભગવાન શ્રીકૃષ્ણના વચનો સાંભળી ‚કિમણીજી સ્મિત વદને જણાવે છે કે, ‘તમે પરમાત્માની ગુણગાન હરિસમાં ગાયા અમારે માટે તો કાંઇ પણ સ્તુતિ કહી નહીં વળી આપ દેવ જ્ઞાતિ ચારણ કુળમાં જન્મયા છો, અને ચારણ (ગઢવી)દેવી પગ કહેવાય છે. તેથી પણ આપની ફરજ છે કે શકિતની કીર્તિ ગાવી જોઇએ.’ પરમાત્માએ પણ આ બાબતના સ્વિકાર આપવામાં જણાવ્યું કે, ‘અમારા કરતા પણ એમનો આપાના ઉપર વિશેષ હકક છે’ આ વચનો સાંભળીદ ઇશરદાસજીએ સંચાણા ખાતે આવી તુરંત જ ‘દવિયાણ’ નામના શક્તિ મહાત્મ્યના ગ્રંથની રચના કરી. ઇશરદાસજીએ હરિરસ, છોટા હરિરસ, દેવિયાણ, હાલ ઝાલારાં કુડળિયા, સુષ્ટિ ઉત્પતિરો બીસ દુઆાલો ગીત, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી છે. ઉપરાંત અનેક ભકિતગીતો અને વીરસના ગીતાનો રચના કરી છે.

જીવનના ઉતરકાળમાં તેઓએ જામનગર તાલુકાના સંચાણા (ઇશરધામ)ખાતે વસવાટ કર્યો હતો. વિક્રમ સંવત ૧૬૨૨ અને ચૈત્ર સુદ નોમ (રામનવમી)ના પાવન દિવસ પ્રાત: કાળે ધોડા ઉપર સવાર થઇ સંચાણા ગામના સમુદ્રકિનારે ૧૦૭ વર્ષની વયે જાહેર જનતાની સાક્ષીએ પોતાના અશ્ર્વને સમુદ્રમાં હાંકી મુકયો હતો. લોક જુએ તેમ થોડીક્ષણો બાદ ઇશરદાસજી મહાત્મા અશ્ર્વ સહિત અદૃશ્ય થઇ ગયા હતાં.

Loading...