Abtak Media Google News

૨૬૫૦ કિ.મી.નાં અંતરી લેવાઈ હતી ‘ચંદા મામા’ની તસવીર

નવી દિલ્હી: ભારતના ૧૦,૦૦૦ કરોડના મહત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-૨ દ્વારા કેપ્ચર કરાયેલી ચંદ્રની પ્રથમ તસવીર. જે ઇસરોએ ટ્વિટ કરી છે. ઇસરો મુજબ આ ચંદ્રયાને બુધવારે આ તસવીર ચંદ્રથી ૨૬૫૦ કિ.મી. અંતરેથી લીધી હતી. ઈસરોએ આજે ચંદ્રયાન-૨ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે ૮.૩૦થી ૯.૩૦ દરમિયાન ચંદ્રયાન-૨ને ચંદ્રની કક્ષા એલબીએન-૧માં પ્રવેશ કરાવ્યો હતો. હવે ચંદ્રયાન-૨ ૧૧૮ કિમીની એપોજી (ચંદ્રથી ઓછા અંતરે) અને ૧૮૦૭૮ કિમીની પેરીજી (ચંદ્રથી વધારે અંતર) કક્ષામાં આગામી ૨૪ કલાક સુધી ચક્કર લગાવશે. આ દરમિયાન ચંદ્રયાનની ગતિને ૧૦.૯૮ કિમી પ્રતિ સેક્ધડથી ઘટાડીને અંદાજે ૧.૯૮ કિમી પ્રતિ સેક્ધડ કરવામાં આવી હતી. આમ, ચંદ્રયાન-૨ની સ્પીડ ૯૦ ટકા ઘટાડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં સફળતા મળી છે.

ઈસરો પ્રમુખ સિવને જણાવ્યું કે, ૭ સપ્ટેમ્બરે રાત્રે ૧.૫૫ વાગે ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. બીજો પડાવ ૨જી સપ્ટેમ્બરે છે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થશે. ૩ સપ્ટેમ્બરે ચંદ્રયાન ૩ સેક્ધડ માટે સ્થાન બદલશે. તેનાથી નક્કી થઈ જશે કે લેન્ડર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં.

ચંદ્રયાન-૨ની ગતિમાં ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો કારણકે તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાઈ ન જાય. ૨૦ ઓગસ્ટ એટલે કે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૨નો પ્રવેશ કરાવવો ઈસરો માટે ખૂબ પડકાર સમાન હતો. પરંતુ વૈજ્ઞાનિકોની કુશળતાના કારણે તે શક્ય બની શક્યું છે. ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-૨ ચંદ્રયાન દક્ષિણી ઘ્રુવ પર લેન્ડ કરશે. ચંદ્રયાન-૨ને ૨૨ જુલાઈએ હરીકોટા કેન્દ્રથી રોકેટ બાહુબલી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ૧૪ ઓગસ્ટે ચંદ્રયાન-૨ને ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં નાખવામાં આવ્યો હતો. આશા છે કે, ૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-૨ના ચંદ્રયાન દક્ષિણી ધ્રૂવ પરના લેન્ડિંગને લાઈવ જોશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.