Abtak Media Google News

જુનાગઢ કૃષી યુનિ. ના ડો. વી. પી. ચોવટિયાને “ગોલ્ડન એઇમ કોન્ફરન્સ એન્ડ એવોર્ડ્સ ફોર એક્ક્ષ્લન્સ એન્ડ લીડરશીપ ઇન એજ્યુકેશન” વેબિનારમાં ડાયનેર્જિક બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા “મોસ્ટ ઇમ્પેકટફૂલ ડેડીકેટેડ વાઈસ ચાન્સેલર” એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

આ એવોર્ડમાં જ્યુરી દ્વારા શિક્ષણ અને વહીવટી કુશળતાના વિવિધ આયામો જેવાકે વ્યૂહાત્મક,  શૈક્ષણિક ઇનોવેશન,  ટ્રેક રેકોર્ડ, વહીવટી કુશળતા અને  પ્લાન્ટ બ્રીડીંગમાં તેમના યોગદાન ધ્યાનમાં લઈને એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે.

જુનાગઢ યુનિવર્સિટીના  કુલપતિ  ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કોરોના વાયરસની મહામારીનાં કપરા સમયમાં પણ ઓનલાઇન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવિરત ચાલેલ અને દરેક વિદ્યાશાખાના એકેડેમીક કોર્ષ મુજબ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શૈક્ષણિક કાર્ય સમગ્ર લોકડાઉન થતાં તુરંત જ તેમજ હાલમાં પણ ચાલુ છે. કુલ ૫૦૦ જેટલી પરીક્ષાઓ ઓનલાઇન માધ્યમ દ્વારા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૮,૦૦૦ થી વધુ વિધાર્થીઓ એ ભાગ લીધેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.