Abtak Media Google News

જયારે મૈયસ્થનીજ ભારતની યાત્રા કરવા આવ્યો ત્યારે પાટલીપુત્રમાં રાજા ચંદ્રગ્રપ્ત મૌર્ય રાજ્ય કરતા હતા તેમના ગુરૂ  કૌટિલ્ય (ચાણકય) હતા જેઓ મહામંત્રી પણ હતા ચાણકય તેમની કુટનીતી, કર્તવ્યનિષ્ઠા, દેશપ્રેમ તથા ત્યાગને કારણે સર્વત્ર જાણીતા હતા.

ચાણકયને મળવાની ઇચ્છા થતાં! મૈગસ્થનીજ પાટલીપુત્ર ગયો અને ત્યાંના નાગરિકોને ચાણકયનું સરનામું પુછવા માંડ્યો એક નાગરિકે તેને જણાવ્યું કે મહામંત્રીનગરની બહાર ઉતર દિશામાં એક ઝુંપડીમાં રહે છે. તમે આ જ રસ્તે સીધા ચાલ્યા જાવ નાગરિકનો ઉતર સાંભળીને મૈગસ્થનીજ ને આશ્ર્વર્ય થયું કે મહેલ જેવું નિવાસસ્થાન તથા રાજકીય સુખ સાહ્યબી છોડીને મહામંત્રી એક મામુલી ઝુંપડીમાં રહે છે! પછી તો મહામંત્રી ચાણકયને મળવાની તેની જીજ્ઞાસા એકદમ વધી ગઇ.

મૈગસ્થનીજ ચાણકયની ઝુંપડી પર પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઇ હતી. અંધારૂ  વધવા માંડયું હતું તેને ખ્યાલ આવ્યો કે ઝુંપડીમાં કોઇ વ્યક્તિ દિવાના પ્રકાશમાં કામ કરી રહી છે. આથી મૈગસ્થનીજે બહારથી બુમ મારી. ‘મહામંત્રી ચાણકયજી અત્યારે મળી શકશે?’

અંદરથી અવાજ આવ્યો, ‘ તમે કોણ છો? ને કોને મળવા આવ્યા છો? મેગસ્થનીજ છું અને મહામંત્રી ચાણકયને મળવા ઇચ્છુ છું ફરીથી અંદરથી અવાજ આવ્યો ‘તમે રાજ્યના કામે મળવા માંગો છો કે વ્યક્તિયત કામે? મૈગસ્થનીજે ઉતર આપ્યો, ‘મહામંત્રીજી, હું આપને વ્યક્તિગત કામે મળવા આવ્યો છું.

ચાણકયએ દિવો હોલવી નાખ્યો અને કહ્યું મહાશય અંદર આવી જાવ હું તમારૂ  સ્વાગત કરૂ  છું મૈગસ્થનીજ આ જોઇ એકમદ આર્શ્ર્ચર્યચકિત થઇ ગયો કે આ કેવું સ્વાગત, જે અંધારામાં કરવામાં આવે છે.!!! ત્યારે ચાણક્ય બોલ્યા: કહો, તમારી શું સેવા કરૂ ?

મૈગસ્થનીજ બોલ્યો: “મહામંત્રીજી આવા અંધારામાં આપની સાથે વાતચીત કેવી રીતે કરૂ ? તમને હું જોઇ પણ નથી શકતો મને તો ખરેખર આર્શ્ર્ચય થાય છે કે મારા અંદર આવતા પહેલા તમે દિવો કેમ હોલવી નાખ્યો?

ચાણકયએ ઉતર દીધો: ‘મહાશય વાતચીત કરવાનું માધ્યમ શબ્દ છે, અવાજ છે, તમે જે બોલો છો તે હું સાંભળી શકું છું અને હું જે બોલું છે તે તમે સાંભળી શકો છો તેથી મારો ચહેરો જોવાની આવશ્યકતા નથી. તમે મારો ચહેરો જ જોવા માંગતા હો તો કાલે સવારે જોઇ શકો છો મેં દિવો એ કારણસર હોલવી નાખ્યો કે દિવામાં રાજયનું તેલ છે તે રાજયના કામ માટે જ વપરાય વ્યક્તિગત કામ માટે નહીં. મૌગસ્થનીજ ચાણકયની રાજયનિષ્ઠા જોઇ પ્રભાવિત થઇ ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.