Abtak Media Google News

ભારતના સમૃઘ્ધ એવા ઐતિહાસિક વારસાને ખરા અર્થમાં ઉજાગર કરી બતાવતો ર૧ મો કસુંબલ સાંસ્કૃતિક કાર્યક્રમ તાજેતરમાં ચાણકય વિઘામંદીર કરણસિંહજી મેઇન રોડના ઉપક્રમે હેમુગઢવી હોલમાં યોજાયો હતો.

ભારતીય સંસ્કૃતિ છુપાયેલ કલા, જ્ઞાન અને સંસ્કારને ઉજાગર કરવાના હેતુથી યોજાયેલ કસુંબલ વાર્ષિકોત્સવમાં ચાણકય વિઘામંદિરના પ્લેહાઉસ થી ધો ૧૧ સુધીના ર૪૦ જેટલા વિઘાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

કસુંબલ વાર્ષિકોત્સવની શરુઆત પૂ. ગોસ્વામી ૧૦૮ વલ્લભરાયજી મહારાજ જામનગર પુષ્ટિ સંપ્રદાયની, મોટી હવેલી, દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી. જેમાં શાળાના મેનેજીંગના ટ્રસ્ટી પ્રવીણભાઇ રુપાણી, ટ્રસ્ટી દીપાબેન દેસાઇ, નિયામક નિલેશભાઇ દેસાઇ, નિયામક ઓજસભાઇ ખોખાણી, શુભેચ્છક હરીશભાઇ રાજપરા, આચાર્ય હર્ષિદાબેન આરદેશણા, આચાર્ય રશ્મિબેન જગથરિયા વગેરે ઉ૫સ્થિત રહ્યા.

મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણભાઇ રુપાણીએ પરિચય પ્રાસ્તાવિક ઉદબોધન આપ્યું તેઓએ જણાવયું કે વાલીઓએ બાળકોને અભ્યાસમાં રસ લેતા કરવા હોય તો રોજ તેની પાસે બેસીને અભ્યાસ કરાવવો જોઇએ શાળા દ્વારા ભાર વગરનું ભણતર તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારનું સિંચન કરવામાં આવતું હોય ત્યારે બાળકનો સર્વાગી વિકાસ થાય જ ત્યાર બાદ શાળા દ્વારા ચાણકય રત્ન એવોર્ડ મેળવનાર વિઘાર્થીઓને પૂ. ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ ટ્રસ્ટી તેમજ આચાર્યના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.