Abtak Media Google News

વોર્ડ નં.૮ અને ૧૦માં ભુગર્ભ ગટરની ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, ઢોર ડબ્બા માટે ઘાસચારો ખરીદવા, મિલકત વેરા વળતર યોજનાની મુદત લંબાવવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

મહાપાલિકાના વર્તમાન શાસકોની મુદત આગામી ૧૫મી જુનના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની આવતીકાલે સંભવત: અંતિમ બેઠક મળશે. જેમાં અલગ-અલગ ૨૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

Advertisement

કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે વોટર વર્કસ શાખાના રીપેરીંગના વાર્ષિક ઝોનલ કામનો કોન્ટ્રાકટ મંજુર કરવા, વોટર વર્કસ શાખા માટે નવી ત્રણ બોલેરો જીપ ખરીદ કરવા, વોર્ડ નં.૮માં ચંદ્રપાર્કમાં જન ભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોક લગાડવા, વોર્ડ નં.૫માં સેટેલાઈટ ચોકથી રામલક્ષ્મી સોસયટી સુધી ૨૦૦ મીમી બીઆઈ પાઈપલાઈન નાખવાના કામનો ખર્ચ મંજુર કરવા, વોર્ડ નં.૬માં રાજારામ સોસાયટી શેરી નં.૮ થી સીતારામ મેઈન રોડ થઈને સીતારામ સોસાયટી શેરી નં.૫માં ડ્રેનેજ મેઈન લાઈન જોડવા, વોર્ડ નં.૮ અને ૧૦માં પ્રાયવેટાઈઝેશનથી ભુગર્ભ ગટરની ફરિયાદનો નિકાલ કરવાનો કોન્ટ્રાકટ આપવા, વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૬,૨૭ અને ૨૮માં ૨૪ મીટર ટીપી રોડ, અંબિકા ટાઉનશીપથી કણકોટ, ૧૮ મીટર ટીપી રોડ, કોટયાર્ડ રોડ, ૧૨ મીટર ટીપી રોડ કસ્તુરી એવીયરી, આયરલેન્ડ, મારૂતિ એપાર્ટમેન્ટ રોડમાં મેટલીંગ તથા પેવર કરવા, આજી નદીમાં રામનાથ મહાદેવ મંદિરની પૂર્વ તરફ પાણીનું વહેણ બદલવા માટે જરૂરી ખોદકામ કરવા, વોર્ડ નં.૧૪માં જિલ્લા ગાર્ડનમાં વોંકળામાં રીટેઈનીંગ વોલ બનાવવા, વોર્ડ નં.૪માં રાજલક્ષ્મી સોસાયટીથી ભગવતીપરા મેઈન રોડ સુધી ટીપી રસ્તાનું મેટલીંગ કરવા, વોર્ડ નં.૧૦માં ચિત્રકુટધામ મેઈન રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના રસ્તામાં જન ભાગીદારી યોજના અંતર્ગત ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક લગાડવા, તા.૧/૧/૨૦૧૮ થી તા.૩૧/૩/૨૦૧૮ સુધીના સમયગાળાનો ત્રિવાર્ષિક ઓડિટ અહેવાલ મંજુર કરવા, મહાપાલિકાના ઢોર ડબ્બામાં વસવાટ કરતા પશુઓ માટે ઘાસચારો સપ્લાય કરવાનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આપવા, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત તાલીમાર્થીઓની સંખ્યામાં વધારો કરવા તથા મિલકત વેરામાં વળતર યોજનાની મુદત લંબાવવા સહિતની ૨૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.