Abtak Media Google News

મંત્રી મંડળ શપથવિધિ જેવો માહોલ: મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખે ચેમ્બરે ચેમ્બરે ઘુમી નવનિયુકત ચેરમેનોને અભિનંદન પાઠવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં ગત શુક્રવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં અઢી વર્ષની ટર્મ માટે મેયર સહિતના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. ગત શુક્રવારે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. દરમિયાન આજે ખાસ ૧૫ સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. નવનિયુકત ચેરમેનોને અભિનંદન પાઠવવા માટે સમર્થકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. મહાપાલિકા પરીસરમાં જાણે મંત્રી મંડળની શપથવિધિ હોય તેવો તાસીરો જોવા મળ્યો હતો.

Untitled 1 40મહાપાલિકાની ખાસ ૧૫ સમિતિઓના ચેરમેનો આજે સતાવાર રીતે ચાર્જ સંભાળવાના હોય સવારથી જ કોર્પોરેશન કચેરીમાં ટોળેટોળા ઉમટી પડયા હતા. મહાપાલિકાની કચેરીમાં ભવ્ય આતશબાજી બાદ ચેરમેનોએ ચાર્જ સંભાળતા સમર્થકોએ તેઓના હાર-તોરા કર્યા હતા.12 11

બાંધકામ સમિતિના ચેરમેનપદે મનિષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેનપદે અશ્ર્વિનભાઈ ભોરણીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનપદે આશિષભાઈ વાગડીયા, આરોગ્ય સમિતિના ચેરમેનપદે જયમીનભાઈ ઠાકર, લાઈટીંગ સમિતિના ચેરમેનપદે મુકેશભાઈ રાદડિયા, વોટર વર્કસ સમિતિના ચેરમેનપદે બાબુભાઈ આહિર, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેનપદે શીલ્પાબેન જાવીયા, માર્કેટ સમિતિના ચેરમેનપદે પરેશભાઈ પીપળીયા, હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ સમિતિના ચેરમેનપદે જયાબેન ડાંગર, પ્લાનીંગ કમિટીના ચેરમેનપદે અનિતાબેન ગૌસ્વામી, ડ્રેનેજ સમિતિના ચેરમેનપદે જયોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનપદે વિજયાબેન વાછાણી, શીશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજના અને અગ્નિસામક સમિતિનાચેરમેનપદે રૂપાબેન શીલુ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગીક શિક્ષણ સમિતિના ચેરમેનપદે અંજનાબેન મોરજરીયા તથા એસ્ટેટ કમિટી સમિતિના ચેરમેનપદે પ્રિતીબેન પનારાએ આજે વિધીવત ચાર્જ સંભાળ્યો હતો.555

ખાસ ૧૫ સમિતિઓના ચેરમેનોએ કાર્યભાર સંભાળ્યા બાદ મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, પક્ષના દંડક અજયભાઈ પરમાર, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીનિતભાઈ ભારદ્વાજ, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ અને જીતુભાઈ કોઠારી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.