Abtak Media Google News

યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીના કુલ ૧૩૧ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

જૂનાગઢ ગઈકાલે કૃષિ યુનિ. ખાતે કૃષિ. યુની.ની ડીપ્લોમાં ફેકલ્ટીમાં અલગ અલગ છ જેટલી ફેકલ્ટીઓમાં કુલ ૧૩૧ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતા તેમને સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. યુની.ના કુલપતી ડો.પાઠકના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ મૈયાણી સાહેબ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કેવી રીતે અને કયા ગોલ સાથે આગળ વધવું તેનું સચોટ અને પ્રેરણાદાયી માર્ગદર્શન તેમણે પોતાના વકવ્યમાં આપ્યું હતુ યુની.ના કુલપતીની નાંદુરસ્ત તબીયત છતા ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની હતી.

આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ કૃષિ યુની.માં કૃષિક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અલગઅલગ ડીપ્લોમાં કોષીર્ષ ચાલી રહ્યા છે. જેમાં ડીપ્લોમાં ઈન એગ્રી એન્જીનીયરીંગ ડીપ્લોમાં ઈન એગ્રીકલ્ચર , ડીપ્લોમાં ઈન પોર્ટી કલ્ચર, ડીપ્લોમાં ઈન , હોમ સાયન્સ, ડીપ્લોમાં ઈન એગ્રી કોસેસીંગ, ડુપ્લોમાં ઈન એનીમલ હસલન્ડરી જેવા અલગ અલગ છ જાતના કોર્ષીમાં કુલ ૧૩૧ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા હતા. આ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ૮૭ બોયસ અને ૪૪ ગર્લ્સ ને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં સન્માન સાથે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા નરસિંહ મહેતા યુનિ.ના કુલપતી મૈયાણીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અને પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતુ કૃષિ યુનિ. ના કુલપતી ડો. પાઠકની નાસુરસ્ત તબીયત હોવા છતા વિદ્યાર્થીઓ પ્રત્યેની તેમની ઉચ્ચ કક્ષાની ભાવનાએ તેમને કાર્યક્રમમાં ઉપસ્થિત રાખ્યા હતા વિદ્યાર્થીઓ પણ તેમની આ લાગણીને સમજી સતત ભાવનાત્મકતાથી લઈ તેમના પ્રત્યે અદકેરો સન્માનની લાગણી ધરાવતા રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પારખીયા, ડો. ગોહેલ સહિતની ટીમે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.