Abtak Media Google News

કમલમ્ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનની પૂર્વ તૈયારી માટેની બેઠક યોજાઈ

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમપ્રકાશ માથુરજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રબુધ્ધ નાગરિક સંમેલનની પૂર્વતૈયારી માટે બેઠક યોજાઇ હતી.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતમાં ૨૬ લોકસભા વિસ્તારમાં ક્લસ્ટર વાઇઝ ૯ જેટલા પ્રબુધ્ધ નાગરિક સંમેલનોનું આયોજન કરવામાં આવ્યુ છે.

બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમપ્રકાશ માથુરજીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સમાજના દરેક વર્ગોમાં વિકાસ માટેની નક્કર યોજનાઓનું અમલીકરણ કરીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. પ્રબુધ્ધ નાગરિક સંમેલનો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં તમામ મોરચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતને મળેલી સફળતાની સિધ્ધિઓ તેમજ જનકલ્યાણ કાર્યોનો હિસાબ જનતાની અદાલતમાં રજુ કરવામાં આવશે.

ઓમજી માથુરે જણાવ્યુ હતુ કે, સાફ નીયત, સહી વિકાસના મંત્ર સાથે કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં સંપૂર્ણ પ્રમાણિકતા અને ખંતથી જનતા જનાર્દનની સેવા કરી છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જનજનના વિકાસ માટે કાર્યરત છે ત્યારે ભાજપાએ કરેલા નક્કર કાર્યો અને ભારતવિકાસની વાતો જનજન સુધી પહોચાડવાના મંત્ર સાથે સૌ કાર્યરત બને અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપાના ભવ્ય વિજયને નિશ્ચિત બનાવીને રાષ્ટ્રહિત માટે નરેન્દ્રભાઇ મોદીને પુન: પ્રધાનમંત્રી બનાવીને ભવ્ય ભારતના નિર્માણમાં સહયોગી બનીએ.

આજની આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા અને પ્રબુધ્ધ નાગરિક સંમેલનના પ્રદેશ સંયોજક અનીલ પટેલ સહિત ગુજરાત ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.