Abtak Media Google News

પશ્ચિમ રેલ મંડળ દ્વારા આજથી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડીયુ કોવિડ-૧૯ દરમિયાન આ પંદર દિવસ દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને આ અભિયાન ચલાવવામાં આવશે.

રાજકોટ વરિષ્ઠ રેલ મંડળના વાણિજય પ્રબંધક અભિનવ જેફ દ્વારા આ સમય ગાળા દરમિયાન રાજકોટ મંડળ દ્વારા રેલ્વે સ્ટેશનો, ટે્રનો, કાર્યાલયો, કોલોનીઓ તથા હોસ્પિટલો વગેરેમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ સિવાય વોટર બૂથની ગુણવતા, નાલાઓની સફાઇ કચરાપેટીની વ્યવસ્થા, કચરાનો નિકાલ, સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગને ટાળવું. વગેરેને સુનિશ્ર્ચિત કરવા જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાન દરમિયાન રેલ્વે સ્ટેશનો સુધી પહોંચતા ટ્રેકની સફાઇનું પણ અભિયાન ચલાવાશે. આ સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસ માટે એક વિશેષ રચના નિર્ધારીત કરવામાં આવી છે.

જેમાં પ્રથમ દિવસે એટલે કે આજે “સ્વચ્છ જાગરુકતા ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરે સ્વચ્છ સ્ટેશન, ૧૯-૨૦ સપ્ટેમ્બરે સ્વચ્છ રેલગાડી દિવસ ૨૧મીએ સ્વચ્છ ટ્રેક દિવસ, ૨૨મીએ સ્વચ્છ પરિસર દીવસ, ૨૩મીએ સ્વચ્છ ડેપો, યાર્ડ, રોડ, રેલ્વે ઇન્સ્ટીટયુર સ્કૂલ દિવસ ૨૪મીએ સ્વચ્છ રેલ્વે કોલોની, હેલ્થ યુનિટ, હોસ્પિટલ દિવસ ૨૫મીએ સ્વચ્છ પ્રસાધન દિવસ ૨૬મીએ સ્વચ્છનીર દિવસ, ૨૭મીએ સ્વચ્છ કેન્ટીન દિવસ, ૨૮મીએ નો પ્લાસ્ટીક દિવસ ૨૯મીએ સ્વચ્છ પ્રતિયોગિતા દિવસ અને ૩૦મીએ ૧૬થી ૨૯મી દરમિયાન ચલાવવામાં આવેલી દરેક ગતિ વિધિઓની સમીક્ષા કરવામાં અવશે. તથા તેને પશ્ર્ચિમ રેલ્વેની વેબ સાઇટ પર અપલોડ કરવામાં અવશે. આ સાથે જ ૨ ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે તથા માસ્ક, સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવશેે તથા સ્વચ્છતા વિષય અંતર્ગત વેબીનાર યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.