Abtak Media Google News

 અન્નકોટ દર્શન અને ભોજન મહાપ્રસાદનું ભવ્ય આયોજન

પોતાની સેવાની સુવાસથી સમગ્ર ભારત સહિત દેશ-વિદેશમાં અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સમાન ‘શ્રી આપાગીગાનો ઓટલો’ (ચોટીલા રાજકોટ હાઈવે) દ્વારા હિન્દુ ધર્મમાં જેનું અદકેરુ ધાર્મિક મહત્વ છે.

તેવા અધિકમાસ જેને ભકતજનો પુરુષોતમ માસના નામે મહત્વ પ્રદાન કરે છે એવા આ પુરુષોતમ માસના અંતિમ દિને પરમ પૂજય સદગુરુદેવ જીવરાજબાપુ, ગુરું શામજીબાપુ-સતાધારધામના આદેશથી તા.૧૩ને બુધવારના રોજ સમગ્ર સેવકગણ તેમજ ભાવિકજનો માટે ભવ્યાતિ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો ભાવિકજનો પુરુષોતમ માસ દરમ્યાન આ ઉજવણીમાં સામેલ થયા છે અને ભોજન મહાપ્રસાદનો લાભ લેવા માટે પધારે છે. આ પ્રસંગની પૂર્ણાહુતી નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના અનુસંધાને ‘શ્રી આપાગીગાના ઓટલા’ના મહંત નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુના જણાવ્યા અનુસાર પુરુષોતમ માસની પૂર્ણાહુતી નિમિતે સવારે ૮ કલાકે ભાવિકજનો તેમજ સમગ્ર સેવકગણ માટે ઠાકોરજીને ધરાવેલ અન્નકોટ દર્શન ખુલ્લા મુકવામાં આવશે. જેમાં ઈશ્વરના ચરણે અનેક પ્રકારની વિવિધ મીઠાઈઓ, વાનગીઓ તેમજ ફરસાણનો ભોગ ધરાવવામાં આવશે.

જેના દર્શન એક લ્હાવો હોય વધુમાં વધુ ધર્મનુરાગી ભાઈઓ-બહેનો-વડીલો-માતાઓ-યુવાનો-બાળકો તેમજ સમગ્ર ભાવિકજનો અને સેવકગણને પ્રસાદ લેવા માટે ‘શ્રી આપાગીગાના ઓટલા’ મહંત નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ, ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન-શ્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આપાગીગાના ઓટલે પધારવા માટેનું ભાવભર્યું જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. અન્નકુટ દર્શન બાદ બપોરના ૧૦ વાગ્યાથી શ્રી આપાગીગાના ઓટલે ભોજન મહાપ્રસાદનો પ્રારંભ થશે.  જેમાં અધિકમાસ નિમિતે વધારામાં દરેક ભાવિકજનો તેમજ સેવકગણને ઉનાળાની સીઝનમાં ભોજન મહાપ્રસાદમાં કેરીનો રસ પણ પીરસવામાં આવશે.

તો આ ધાર્મિક કાર્યક્રમનો ધાર્મિક ભકતજનો, સેવકગણ, માતાઓ, ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો, મિત્ર વર્તુળ સહિત ખુબ જ મોટી સંખ્યામાં પધારી અને અમોને પાવન કરશો. તેવી મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરું શ્રી જીવરાજબાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે.અધિકમાસના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત નરેન્દ્રબાપુ ગુરું જીવરાજબાપુ દ્વારા જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.