મહાત્મા ગાંધી ચેરી.ટ્રસ્ટ દ્વારા નવલા નોરતાની ઉજવણી

70

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવરાત્રી ૨૦૧૮નું બાલભવન ખાતે આયોજન કરવામાં આવ્યુંહ તુ જેમાં ટ્રસ્ટ સંચાલીત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તથા વિવિધ સંસ્થાના આચાર્ય તથા શિક્ષકોએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમમાં વેલ ડ્રેસ તથા શ્રેષ્ઠ ખેલૈયાઓ વિજેતા જાહેર કરી ઈનામ તથા મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા. નિર્ણાયક તરીકે હેમાનીબેન રાવલ, ઉર્વશીબા ગોહિલ, અમીબા જાડેજા, ઈશાબેન દવે તથા એકતાબેને તેમની અમૂલ્ય સેવાઓ આપેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના સ્ટાફ પરિવારે કરેલ હતુ.

Loading...