Abtak Media Google News

શાસ્ત્ર એ લમણ રેખા છે તે જીવોનું રક્ષણ કરે છે પરંતુ બંધન કયારે કરતું નથી એમ લંડન ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન યુકેના ઉપક્રમે યોજાઇ રહેલ વચનામૃત દ્ધિ શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે પ્રભુ સ્વામીએ કહ્યું હતું.

વધુમાં તેઓએ કહ્યું હતું કે મા-બાપ પોતાના બાળકનું હંમેશા હિત કરે છે. આપણે ભગવાનના સંતાનો છીએ ત્યારે ભગવાન આપણું સુખ નહીં પણ હિત જ કરતા હોય છે. એમણે આપેલા આદેશો રૂપ વચનામૃત કે શ્રીકૃષ્ણ ભગવાને આપેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા, વ્યાસ ભગવાને આપેલ શ્રીમદ ભાગવત કે તુલસીદાસજી મહારાજે લખેલ રામાયણ વગેરે શાસ્ત્રો ક્યારે આપણે દુ:ખી થઈએ એવું જીવન જીવવાનું શીખવતા નથી.

Img 0345

લંડનના હેરી વિસ્તારમાં મોર હાઉસ રોડ ખાતે આવેલ કેન્યોર સ્કૂલના મધ્યસ્થ ભવનમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા ત્રિદિનાત્મક વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે આજે માગશર સુદ ચોથના દિવસે ૨૦૦ વર્ષ પહેલા સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં આવેલ ગઢડા ગામે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે જે અમૃતવચનો વહાવેલા તેનો પ્રારંભ આજે કરેલ. તે દિવસને ઉપલક્ષ્ય લંડનમાં વસતા ભાવિકો દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

આ પ્રસંગે શાસ્ત્રી વિરક્તજીવનદાસજી સ્વામી તથા પુરાણી શ્રી ભક્તિતનયદાસજી સ્વામીએ વચનામૃત ઉપર કથાવાર્તા સત્સંગનો વિશેષ લાભ આપેલો. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદ સાથે વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં છેલ્લા છ વર્ષથી વચનામૃતના અખંડ પાઠ તથા પૂજન થઈ રહેલું છે. ૭૦૦ પાનાના આ વચનામૃતમાં ૨૩૦૦ ઉપરાંત પાઠ પૂર્ણ થયા છે

7537D2F3

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી પોતાની નિત્યપૂજામાં વચનામૃતનું વાંચન આજીવન કરતા રહેલા આજે દેશ-વિદેશના બધા ગુરુકુલમાં રવિવારે સાંજે રવિ સભામાં વચનામૃત ઉપર સંતો વિશેષ સમજૂતી આપી રહેલા છે. રાજકોટ ગુરુકુલ પરિવાર માં વચનામૃત દ્વીશતાબ્દીની ઉજવણી નિમિત્તે ૫૨,૦૦૦ ઉપરાંત વચનામૃતના વિશેષ પાઠ થયા છે એમ શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે, ત્યારે આ વચનામૃત એ સ્વયમ ભગવાનની વાણી છે. આ વચનામૃતમાં ૬૨૧ જેટલા પ્રશ્નો ઉત્તર થયેલા છે જેના જવાબો ભગવાન સ્વામિનારાયણે આપેલા છે અને એ જવાબો ત્યારના નંદ સંતોએ એ ટાઈમે એ લખી લીધેલા છે. સમય અને સ્થળ બતાવતો આ ગ્રંથવિશ્વમાં અજોડ છે.આજે આ સંપ્રદાયના નાના મોટા ૫૦૦૦ મંદિરો તથા કરોડો અનુયાયીઓ દ્વારા આ ગ્રંથ નું પૂજન-અર્ચન કરવામાં આવેલ. આજ સુધીમાં ગુજરાતી બાળબોધ લિપિ ગુજરાતી લિપિ, હિન્દી, સંસ્કૃત , અંગ્રેજી, મરાઠી તેમજ સ્પેનીશ ભાષામાં ૧૦ લાખ ઉપરાંત ગ્રંથ છપાયેલા.- સારંગપુર ની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરનારા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે, ભગવાનને પામવા ને જગતથી મુકાવા ઈચ્છતા મુમુક્ષ માટે આ ગ્રંથ બહાર કંઈ જ નથી, તમારા મનની સમસ્યા કંઈ હોય અને એ ટાઇમે તમે આ વચનામૃત ગ્રંથ લઈને બેસો અને તેનું જે પાનું ખુલે એ પાનું વાંચવાથીજ તમારા મનની સમસ્યા અવરૂ૫ મળી જાય છે, અમારો સંતોનો પણ અનુભવ છે. અદ્વિતીય એવા આ ગ્રંથની આજે દેશ-વિદેશમાં ભવ્ય રીતે ઉજવણી સાથે શતાબ્દી મહોત્સવ ઉજવાયો.

Img 0297

આજે સભામાં ઉપસ્થિત હરિભક્તોએ સૌના હાથમાં કેક રાખી ભગવાનને મંત્રો દ્વારા જમાડેલ. ઉપરાંત સંતોએ તેમજ યજમાનોએ ગ્રંથ રાજ વચનામૃતનું ભાવ પૂજન કરેલ . બધા જ મહિલા તથા પુરુષો એ વચનામૃતનો ૫૦ કિલો સુકામેવા બદામ, કાજુ, કિસમિસથી અભિષેક કરેલ જેનો પ્રસાદ સહુ ભાવિકોને આપવામાં આવેલ.

ઉત્સવ દરમિયાન પાર્કિંગ , ભોજન તેમજ સભા વ્યવસ્થાની સેવામાં રોકાયેલા સ્વયંસેવકોએ ૨૦ કિલો મોતીનો ૨૦ ફૂટ લાંબો હાર ભગવાન તથા ગ્રંથરાજ વચનામૃત તેમજ વચનામૃતનું ૨૦૦ વર્ષ પહેલો સંકલન કરનાર સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી તેમજ શુકાનંદ સ્વામીને પહેરાવી પૂજન કરેલ.

આ પ્રસંગે ભીમજીભાઈ સવાણી કેરા, કાંતિભાઇ ગામી, રાજેશભાઈ ગોરસીયા હિતેનભાઈ રાઘવાણી, વિનોદભાઈ, નારાયણભાઈ રાઘવાણી, હિતેશભાઈ લખાણી, રજીભાઈ બળદિયાવાળા બાબુભાઈ પરમાર, નરેશભાઈ સાવલિયા, દિલીપભાઈ ઢોલરીયા, ભરતભાઇ દેસાઇ, સુરેશભાઈ બાબરીયા હરિકૃષ્ણભાઈ ચાંગેલા અનિલભાઈ ગેવરીયા, ભાવિનભાઈ હિરપરા, અર્જુનભાઈ પટોળીયા, વિપુલભાઈ, ભાવેશભાઈ કયાડા તથા ઇસ્ટ લંડનના યુવાનો વગેરે હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.