પોદાર જમ્બો ક્ડિઝ દ્વારા સ્પોર્ટસ ડેની ઉજવણી

પોદાર જમ્બો કીડઝ અક્ષરમાર્ગ દ્વારા સ્પોટર્સ ડેની ભવ્ય ઉજવણી ૧૫૦થી વધારે બાળકો વિશાળ સંખ્યામાં વાલીઓ તથા ગ્રાન્ડ પેરેન્ટસની હાજરીમાં ઉજવણી કરવામાં આવી. સુંદર મજાના હાઉસીંગ બોર્ડના ગાર્ડનમા બાળકોએ નેશનલ એન્થમ કરી મશાલ લઈને માર્ચ પાસ કરીને સ્પોટર્સ ડેની શરૂઆત કરી હતી.

ત્યારબાદ ડાન્સ ડ્રીલ યોગા એક એકથીચડિયાતા આસનો તથા સૂર્યનમસ્કાર કર્યા હતા. બાળકોની આ તમામ ક્રિયાઓ જોઈને તમામ વાલીગણે તાળીઓનાં ગડગડાટથી બાળકોને વધાવી લીધા હતા.

ત્યારબાદ પ્લે હાઉસમાં પેરાશુટ પ્લે વીથ મોમ રનીંગ વીથ બોલ તથા રનીંગ વીથ મોમ જેવી રમત રમાડવામાં આવી હતી. નર્સરીમાં રન વીથ ઝીગઝેમ પેર રનીંગ હડલ રેસ વીથ બ્લોક જમ્પીંગ જૂની કે.જી.માં ગેટ રેડી ફોર સ્કૂલ પાસીંગ હુલ્લા હૂપ તથા સીનીયર કે.જી.માં હૂલ્લા હુપ વીથ સાયકલીંગ ધ બોલ વીથ રીલે અને હડલ જેવી રમતો રમાડવામાં આવી હતી.

સમગ્ર પ્રોગ્રામનું એન્કરીંગ ડો. પૂજા રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતુ. ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા માટે પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગના મીનાદીદી, આરતીદીદી, ભાવનાદીદી, પૂર્વીદીદી, કિંજલદીદી, કમલદીદી, પ્રવીણાદીદી, ડેનીશાદીદી, ડો.પૂજા રાઠોડ, દીપુદીદી, સંચાલીકા પુષ્પા રાઠોડ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

Loading...