Abtak Media Google News

વિદ્યાર્થીઓ શાળા એ જવા જીવ ના જોખમે આ કોઝવે પસાર કરવા જતાં પાણીમાં અટવાયા

વાલીઓ દોડી જઇ ને વિદ્યાર્થીઓ ને માથે બેસાડી ને રેસ્ક્યુ કર્યું.સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ અતિ થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા ના તમામ જળાશયો બેકાંઠે વહી રહ્યા છે.ત્યારે જિલ્લા ના અનેક ગામો ના ક્રોજવે પાણી માં ગરકાવ છે.અને પાણી માં તણાઈ ગયા છે.હાલ જિલ્લા માં રોડ રસ્તા પણ ધોવાયા છે.સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા એક સપ્તાહ થી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ આગવ પણ વરસાદ જિલ્લા માં સારો એવો વર્ષયો છે.

ત્યારે  જિલ્લા માં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા જિલ્લા ના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.ત્યારે જિલ્લા માં સતત વરસાદ એ જિલ્લા માં તારાજી સર્જી છે. ત્યારે વધુ પડતા વરસાદ ના પગલે જિલ્લા માં ભારે એવું નુકસાન થયું છે. જિલ્લા ના મોટા ભાગ ના રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ કરાબ અને વરસાદ ના પગલે ધોવાયા છે.

Ckozwayત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં સતત વરસાદ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ના ડેમો ઓવરફ્લો થતા ભોગવો નદી ના પાણી છોડવા માં આવ્યુ છે.ત્યારે ભોગવો નદી જિલ્લા ના અનેક ગામડાઓ અને તાલુકાઓ માંથી પસાર થાય છે. ત્યારે આ નદી માં પાણી છોડવા માં આવતા અનેક ગામો ના કોરજવે પાણી માં તણાઈ જાય છે.

ત્યારે ગઈ કાલે ઉપરવાસ વરસાદ ના પગલે ભોગવો નદી માં પાણી આવતા કલ્યાણપુર નજીક નો કોરજવે પાણી માં ગરકાવ બન્યો હતો. ત્યારે આજે સવારે વિદ્યાર્થીઓ નિશાળે જવા માટે આ કોરજવે જીવ ના જોખમે પસાર કરી રહયા હતા.ત્યારે પુલ ની માધ્યમ માં આ વિદ્યાર્થીઓ અટવાયા હતા.

ત્યારે તાત્કાલિક વિદ્યાર્થીઓ ના વાલીઓ ને જાણ થતા આ ક્રોજવે પર જઈ ને માથે બેસાડી 10 થી વધુ વિદ્યાર્થીઓ ને રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા ની જનતા તંત્ર દવારા પાણી માં ન જવા અને આવા પાણી માં ગરકાવ થયેલ ક્રોજવે પર પસાર ન થવા આહવાન કરવા માં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.