Abtak Media Google News

રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ શકે અને કોઈના બદલે કોઈ મુસાફરી ન કરી શકે તે માટે આધાર નંબર ફરજિયાત બનાવાશે. તેના વગર ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે. રેલવેએ સિનિયર સિટિઝનને ક્ધસેશન મેળવવા માટે આધાર નંબર ૧ એપ્રિલથી ફરજિયાત કરી દીધો છે. આ માટે ત્રણ મહિનાનું ટ્રાયલ રન હાલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તમામ મુસાફરો માટે આધાર નંબર ફરજિયાત બનાવી દેવાશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે વર્ષ ૨૦૧૭-૧૮ માટે નવો બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.