Abtak Media Google News

તણાવમુકત જીવન પર વકતા જય વસાવડાએ આપ્યું માર્ગદર્શન.

લાયન્સ કલબ રાજકોટ સિલ્વર અને પ્લેકસસ કાર્ડિયાક કેર દ્વારા તા.૩૦ને રવિવારે સવારે ૯ કલાકે શહેરના સુવિખ્યાત પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં પ્રીવેન્ટશન ઈઝ બેટર ધેન કયોર સુત્રને ચરિતાર્થ કરતા સુંદર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને વિશ્ર્વભરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે લોકોને આરોગ્ય બાબતે જાગૃત કરવાના ઉચ્ચતમ ઉદેશ સાથે અને કેવા ખોરાક લેવા જોઈએ તે બાબતે ભારતભરમાં નામના ધરાવતા કાર્ડિયોલોજિસ્ટ ડો.દિનેશ રાજ માર્ગદર્શન આપશે.

આજે દુનિયાભરના લોકો તણાવ અનુભવે છે અને તેને લઈને આત્મહત્યા સુધી પહોંચી જાય છે ત્યારે તણાવ કેમ ઘટાડવો ? જીવનશૈલી કેવી રાખવી ? સ્ટ્રેસ કેમ મેનેજ કરવો ? તેના ઉપર વિશ્ર્વવિખ્યાત વકતા અને સુપ્રસિઘ્ધ કોલમિસ્ટ જય વસાવડા વકતવ્ય આપશે. આ સેમીનારમાં પધારવા હાજર રહેનાર સૌને ફ્રી હેલ્થ મેમ્બરશિપ કુપન આપવામાં આવશે. જેમાં ફ્રી કાર્ડિયાક ક્ધસલ્ટેશન ઈસીજી, બ્લડ બેજીક ચેક અપ, ફ્રી ડાયેટીશ્યન ક્ધસલ્ટેશનની સુવિધા આપવામાં આવશે.

આ સેમીનારમાં પ્રથમ વાઈસ ગવર્નર લાયન દીવ્યેશ સાકરીયા, દ્વિતીય વાઈસ ગવર્નર એમજેએફ લાયન ધીરેન મહેતા, રીઝીયન ચેરપર્સન લાયન બિપીનભાઈ મહેતા, ઝોન ચેરપર્સન લાયન કોમલબેન વૈષ્ણવ, ઝોન ચેરપર્સન લાયન ડો.બકુલ વ્યાસ સહિત પુરા ડિસ્ટ્રીકટમાંથી લાયન મેમ્બરો પ્રિન્સીપાલ એકાઉન્ટ જનરલ કુ.વાણી જયરામ, રઘુવંશી ડોકટર એસોસિએશન પ્રેસિડેન્ટ ડો.નિશાંત ચોટાઈ, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટ પ્રેસિડેન્ટ ડો.હિરેન કોઠારી, સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટ, બોલબાલા ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર કચ્છ મેડિકલ એસોસીએશન પ્રમુખ મયુરભાઈ જાડેજા, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આસી. કમિશનર રાવત, સૌરાષ્ટ્ર વિકાસ પરીષદ રાજકોટ શહેર પ્રમુખ રાજુભાઈ ગોંડલીયા, રાજકોટ કેળવણી મંડળ ઉપપ્રમુખ નવીનભાઈ ઠકકર, આર.કે.યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર ડો.દેસાઈ, જાણીતા સામાજિક કાર્યકર ચંદુભાઈ ગણાત્રા, મિતેશભાઈ રૂપારેલીયા, ડો.તન્ના, આરએમસી હેલ્થ ઓફિસર ડો.મનીષ ચાંદ્રા ડો.પંકજ રાઠોડ, લાયન્સ કલબ રાજકોટ સિલ્વર પ્રેસિડેન્ટ લાયન અંકિત અનડકટ, સેક્રેટરી લાયન નિતેશ મજીઠીયા, લાયન મહેશ નગદિયા, ઉપપ્રમુખ લાયન રાજેશ પ્રસાદજી, લાયન બકુલ ઝાલાવડિયા, લાયન જીતુભાઈ વડગામા, ટ્રેઝરર લાયન અનંત સિન્હા, લાયન સૌમ્યા પ્રસાદજી, લિઓ પ્રેક્ષા ગણાત્રાએ બોર્ડ મિટીંગમાં હાજર રહી કાર્યક્રમની રૂપરેખા ઘડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.