Abtak Media Google News

ઉત્તર પ્રદેશના અલીગઢથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

શહેરમાં વાહન ચોરી, ચીલ ઝડપ અને લૂંટ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા પરપ્રાંતિય શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી લીધો છે.

રૈયા રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતા અને ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે છેલ્લા ૧૨ વર્ષથી સ્થાયી થયેલા પ્રકાશ ઉર્ફે ભુરો દિગમ્બરસિંગ બાબા ચૌધરી નામના શખ્સ ચોરી, લૂંટ અને ચીલ ઝડપના ગુનામાં વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમિયા, એએસઆઇ જયસુખભાઇ હુંબલ, સેંતો,બાઇ મોરી અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતેથી ઝડપી લીધો છે.

પ્રકાશ ચૌધરી ૨૦૦૫ અને ૨૦૦૬ના વર્ષ દરમિયાન ઇન્દિરા સર્કલ પાસે રૂ.૨૫ હજારની લૂંટ, આદર્શ સોસાયટીમાંથી કારની ચોરી, રેસકોર્ષ રીંગ પરથી કારની ચોરી, કાલાવડ રોડ પૂષ્કરધામ પાસેથી આઠ મોબાઇલ અને રૂ.૩૫૦૦ની રોકડની ચીલ ઝડપ અને અમદાવાદના પાર્થ પટેલનું અપહરણ કરી હત્યા કરી લાશને ખેડા પાસે ફેંકી દીધા અંગેની કબુલાત આપી છે.પ્રકાશ ચૌધરી આ પહેલાં મથુરા અને અલીગઢમાં હત્યાની કોશિષના ગુનામાં ઝડપાયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.