Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં અત્યારે covid-૧૯ વાયરસ ના પગલે કોરોના સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ આ મહામારી નિયંત્રણમાં રાખવાના લેવામાં આવતા તમામ પગલાઓ છતાં દેશમાં રોજિંદા નવા કેસો અને મૃત્યુ દરમાં ધરખમ ઉછાળો આવ્યું છે કોરોનો થી બચવા માટે તમામ શક્યત: પગલાઓ જાણે કે બેઅસર પુરવાર થતા હોય તેમ સંક્રમણથી બચવા માટેના તમામ નીતિ નિયમો ન આકરા અમલ અને તકેદારી છતાં આ બીમારી નિયંત્રણમાં આવતી નથી ચીનના ઓવનમાંથી શરૂ થયેલી આ બીમારીની ભૂતાવળ વિશ્ર્વસામે આવી ત્યારથી જ ભારતે સજાગતા ધારણ કરીને જનતા કરફ્યુ વિડિયો થી લઈને લાંબા સમય સુધી lockdown સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો માસ્ક ના ઉપયોગ COVID-૧૯ હોસ્પિટલો ની રચના તબીબો અને નર્સિંગ સ્ટાફને ખાસ તાલીમ થી લઈને કોરો સામે સગન યુદ્ધના ધોરણે ઝુંબેશ શરૂ કરી હતી અને આજે પણ સતત પણે આ કામગીરી ચાલે છે કુણા સંક્રમણથી બચવા માટે સોશિયલ Distance અને સામાજિક જાગૃતિ અનિવાર્ય હોવાનું માનીને શિક્ષણકાર્ય વેપાર ઉદ્યોગ ધાર્મિક પ્રવૃત્તિઓ થી લઈને લોકોનો સમૂહ ફોન ન થાય તે માટે સમગ્ર દેશમાં કડક નિયંત્રણો અને તેના નિયમોની અમલવારી કરવામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી તેમ છતાં આ બીમારી પોતાનું કામ અનિયંત્રિત રીતે ચાલુ રાખવામાં સફળ થઇ છે કોરો વિશે એવું માનવામાં આવે છે કે જો તકેદારી અને નિયમોની અમલવારી કરવામાં આવે તો આ મહામારી થી બચી શકાય છે તે માટે તમામ વર્ગ સોશિયલ ડિસ્ટન્સ પાલન કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા થી લઈને આ માસ્કને સેનેટાઈઝર ના ઉપયોગ મા લોકો જોડાય તે માટે નિયમોની સાથે સાથે નિયમ ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી સુધીની જોગવાઈ કરવામાં આવી છે આશિક્ષિત અસંગઠિત અને સામાન્ય લોકો પણ આ તકેદારી રાખે તે માટે કોઈ વાતની કચાશ રાખવામાં આવતી નથી કોરોના સંક્રમણ ગરીબ-મધ્યમવર્ગને નીચલા વર્ગમાં સવિશેષ થાય તેની દેશ હંમેશા રહેવા પામી છે અને તે દિશામાં તંત્રએ ખૂબ જ ધ્યાન આપ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોગચાળાએ જ્યાં નિયમોનું ચુસ્ત પાલન થતું હોય તકેદારી રાખવામાં કોઈ કચાસ ન રહેતી હોય તેવા ઉચ્ચ શિક્ષિત વર્ગ પર પણ આક્રમણ કરવાનું શરૂ કરી દીધું છે સરકારના ધારાસભ્યો મંત્રીઓ સાંસદો અને જાહેર સેવાના સનદી અધિકારીઓ પણ આ મહામારી થી બાકી રહ્યા નથી ત્યારે એટલું અવશ્ય કહી શકાય કે કોરોના નિયંત્રણ માટેની આપણી વ્યવસ્થા અને ગણતરી માં ક્યાંક ને ક્યાંક કચાશ અને થાપ ખવાઈ ગયું છે અત્યારે સોશિયલ સાયન્સ ના નિયમો માં જાહેર પરિવહન વિભાગ સામાજિક પ્રવૃત્તિઓ સરકારી વ્યવસ્થાતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવતી નથી વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવતા નથી વેપારીઓ અને જાહેર વિતરણ વ્યવસ્થા ના લોકોને પણ ખૂબ જ ચોકસાઈથી પોતાનું કામ કરવાની તકેદારી રાખવામાં આવી રહી છે આ બધી વ્યવસ્થા છતાં કોરો નો કાબુ માં આવતો નથી ગરીબ-મધ્યમવર્ગને સમાજના નીચલા સ્તર ની મજબૂરી અને જીવનશૈલીના કારણે કદાચિત નિયમોની અમલવારી ચોક્સકપણે ન થતોહોવાનું આપણે બે ઘડી માની લઈએ તો જે વર્ગ શિક્ષિત અને પૂરેપૂરી તકેદારી રાખવામાં કોઈપણ પ્રકારની કચાશ ન  રાખતું હોય તેવા વર્ગને કોરો લાગુ પડવુંં  ન જોઈએ પરંતુ એવું થતું નથી અત્યારે COVID ૧૯ નો રોગચાળો સામાન્ય જન્ માં ફેલાવાની સાથે સમાજના ઉચ્ચ વર્ગમાં ફેલાઈ રહ્યો છે સરકાારના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી કક્ષાના લોકો પણ આ સંક્રમણથી બચી શકતા નથી કોરોનાા ની માયાજાળ વિસ્તૃત પ્રમાણમાંં પોતાની જાડો ફેલાવી રહી છે ત્યારે એટલ જ કહી શકાય કે આ બિમારીની લાક્ષણિકતાની જાણકારી અને તે અને તેને નિયંત્રણમાં રાખવા ની વ્યવસ્થા માં આપણે ક્યાંક ને ક્યાંક અવળે પાટે ચડી ગયા હોય તેવું લાગે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.