સાવજોની ‘સાચી’ સંખ્યા જાણી શકાશે ?

46

સિંહોની આકારણી કરવા વૈજ્ઞાનિકોએ નવી અને વિકસિત પઘ્ધતિ શોધી

સમગ્ર વિશ્ર્વમાં એશિયાટિક સિંહો ખુબ જ પ્રચલિત છે ત્યારે દર વર્ષે સિંહોની આકારણી કરવામાં આવતી હોય છે ત્યારે સાચી સંખ્યા શું જાણી શકાય તે પણ અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થતા નજરે પડે છે ત્યારે સિંહોની સંખ્યાને જાણવા માટે વૈજ્ઞાનિકોએ નવી અને વિકસિત પઘ્ધતિ શોધી છે. સિંહોની આકારણીમાં ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થતા નજરે પડયા છે જેમાં ઘણીખરી ગેરરીતી પણ જોવા મળતી હતી પરંતુ વાઈડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના કેશબ ગોગોઈએ સિંહોની આકરણી કરવા માટે નવી પઘ્ધતિ શોધી કાઢી છે અને સિંહો તેની મર્યાદિત ટેરેટરીમાં જ તેની આકારણી કરી શકાય તેવું પણ જાણવામાં આવ્યું છે પરંતુ એશિયાટિક સિંહોની વાત કરવામાં આવે તો તે હરહંમેશ લોકોની વચ્ચે રહેવા ટેવાયેલો છે જયાં માનવ વસવાટ વધુ જોવા મળે. જંગલ વિસ્તારમાં ત્યાં સિંહો અવાર-નવાર નજરે પડતા હોય છે.

ગીર જંગલોમાં પહેલા નેસડાઓની સંખ્યા ખુબ જ વધુ જોવા મળતી હતી ત્યારે સિંહોની સંખ્યા પણ અનેકગણી નજરે પડતી હતી પરંતુ નેસડાઓને દુર ખસેડી દેતા જંગલનો રાજા એટલે કે સિંહ શહેર સુધી પહોંચી ગયો છે. રિસર્ચ કરનારાઓનું માનવું છે કે ૭૨૫ સ્કવેર કિલોમીટર ગીર વિસ્તારમાં ૩૬૮ સાવજોમાંથી ૬૭ સાવજોની ઓળખી કાઢવામાં આવ્યા છે ત્યારે સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે ૧૦૦ સ્કવેર કિલોમીટરના વિસ્તારમાં ૮ થી ૯ સિંહો વસવાટ કરે છે કે જે તેઓની ટેરેટરી ગણી શકાય પરંતુ હાલ જે આકારણી જે પઘ્ધતિથી કરવામાં આવી છે તેનાથી યોગ્ય તાળ મળી શકે તેમ નથી. સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે સિંહોનો વસવાટવાળો વિસ્તાર માનવની અત્યંત નજીક હોય તેમાં જ જોવા મળે છે.

ગીરનો સાવજ એશિયન દેશોમાં ખુબ જ જાણીતો છે ત્યારે દેશ-વિદેશથી અનેકવિધ સહેલાણીઓ સાવજોને જોવા માટે આવતા હોય છે પરંતુ હાલ જે રીતે આકારણી અને તેમની સંખ્યા માટે જે સર્વે હાથ ધરાય છે તેમાં ઘણા ખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા છે. એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, હાલ જે રીતે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે તેના માટે મળતી ગ્રાન્ટો ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત કરતું હોય છે ત્યારે હાલ વૈજ્ઞાનિકો દ્વારા જે નવી પઘ્ધતિની વાત કરવામાં આવી રહી છે તે કેટલાઅંશે યોગ્ય પુરવાર થશે તે તો આવનારો સમય જ જણાવશે.

Loading...