Abtak Media Google News

એક ચુટકી સિંદુર કી કિંમત તુમ ક્યાં જાનો…? જેવો ઘાટ

જીવનપર્યત મનુષ્ય માટે પ્રાણવાયું ‘ઓકિસજન’નું ઉત્સર્જન કરતા વૃક્ષની કિંમત અમૂલ્ય હોવાની સુપ્રીમ કોર્ટની ટકોર

પૃથ્વી પર કુદરતે અગણ્ય અમૂલ્ય સંપત્તિઓ આપી છે.આ કુદરતી સંપત્તિનો પૃથ્વી પરના સૌથી સમજદાર પ્રાણી ગણાતા મનુષ્યો સમજપૂર્વક ઉપયોગ કરે તે વર્તમાન સમયની માંગ છે. મફતમાં મળેલી કુદરતી સંપત્તિની મનુષ્યોને મનમાં કોઈ કિંમત ન હોય તેનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. માનવો દ્વારા કુદરતી સંપત્તિઓનું સર્જન શકય નથી. જેના કારણે પૃથ્વી પર પર્યાવરણીય અસમતુલા સર્જાતા ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. આવી જ એક કુદરતી સંપત્તિ છે વૃક્ષો માનવજીવના માટે પ્રાણવાયું સમાન ઓકિસજનનું ઉત્પાદન કરવાની કામગીરી વૃક્ષો કરે છે આ વૃક્ષોનું માનવો દ્વારા વિકાસના નામે આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.

Admin Ajax 1

જેની, ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ મુદે ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતુ કે એક વૃક્ષનું સાચુ મૂલ્ય શું છે? તેનો અંદાજ અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણવાદીઓ કાઢવો જોઈએ. જેથી વૃક્ષોનું નિકંદન કાઢતા લોકોને તેઓ કુદરતી સંપત્તિને કેટલુ નુકશાન પહોચાડી રહ્યા છે.તેનો હકિકતમાં ખ્યાલ આવે પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવા સંખ્યાબંધ વૃક્ષોનો કાપવા થઈ રહેલા પ્રયાસો સામે અકે એનજીઓ એસોસીએશન ફોર પ્રોટેકશન ઓફ ડેમોક્રેટીક હાઈટસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી છે. આ રીટની સુનાવણી કરતા ચીપ જસ્ટીસ એસ.એ. બોબડે જસ્ટીસ બી.આર.ગવાઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બંધારણીય બેંચે આ ચિંતા વ્યકત કરી હતી. બેંચે જણાવ્યું હતુકે વૃક્ષ દ્વારા તેના જીવનભર ઉત્પાદીત થતા ઓકિસજનના જથ્થાની કિમંત કાઢવામાં આવે તો વૃક્ષના સાચા મહત્વનો ખ્યાલ આવી શકે.

આ રીટમાં પશ્ર્ચિમ બંગાળ સરકાર વતી ઉપસ્થિત રહેલા સીનીયર વકીલ એ.એમ.સિંઘવીએ પોતાની દલીલો કરતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર ઓવરબ્રિજ બનાવવા માટે જેટલા વૃક્ષો કાપશે તેના કરતા પાંચ ગણા વધારે નવાવાવશે આ ઓવરબ્રિજ ટ્રાફીક અને અકસ્માતોની સમસ્યાના નિવારણ માટે બનાવવામાં આવી રહ્યો છે. જે સામે ચીફ જસ્ટીસ બોબડેએ જણાવ્યુંં હતુ કે તમો નવા વૃક્ષો તો વાવશો પરંતુ જે વૃક્ષો કાપશો તેનાથી થનારા નુકશાનને નિવારી નહી શકો. આ નુકશાન ઓવરબ્રિજ બનાવવા કરતા પણ વધારે મોંઘુ પડશે.જો એક ધાર્મિક મૂદાથી જોઈએ તો જીવન પર્યત ઓકિસજનનું ઉત્સર્જન કરતા વૃક્ષની કિંમત ખરેખર આંકવી અશકય છે.

સીજેઆઈ બોબડેએ વધુમાં ઉમેર્યું હતુ કે ટુંકાગાળામાં મુંબઈ મેટ્રો, મુંબઈ કોસ્ટલ રોડ બાદ આ વિકાસ માટે વૃક્ષછેદન કરવાનો આ ત્રીજો કેસ અમારી સામે આવ્યો છે. અમોને સમજાવો કે વૃક્ષની સાચી કિંમત કેટલી છે? જેથી અમો વૃક્ષોનાં નિકંદન સામે કેટલાંક નિયમો બનાવી શકીએ. આ રીટમાં અરજદાર એનજીઓ વતી દલીલ કરતા વકીલ પ્રશાંત ભુષણે જણાવ્યું હતુ કે, આ જ પ્રકારનો મુદો ચુનાના પથ્થરોના મુદે થયેલી જાહેરહિતની અરજી દરમ્યાન ઉભો થવા પામ્યો હતો. ચુનાના પથ્થરોને વરસાદી પાણીને શોષીને તેને શુધ્ધ કરીને ધીમેધીમે તેને બહાર કાઢે છે. જેથી ચુનાના પથ્થરોની પાણી શુધ્ધ કરવા માટેની કિમંત આંકી શકાય નહી તેવી જ રીતે જીવનભર ઓકિસજનનું ઉત્સર્જન કરતા વૃક્ષોની કિંમત આંકી શકાય નહી. સુનાવણી દરમ્યાન સીજેઆઈ બોબડેએ બંગાળ સરકારને પ્રશ્ર્નાર્થ કર્યો હતો કે વહીવટી તંત્રએ આ ઓવર બ્રીજ બનાવતી વખતે પર્યાવરણને થનારા નુકશાનની કિમંત કાઢતી વખતે વૃક્ષ દ્વારા જીવનભર ઉત્સર્જન થતા ઓકિસજનની કિંમતનો તેમાં સમાવેશ કર્યો હતો કે કેમ?

  • શું છે બંગાળમાં વિકાસકાર્યો માટે વૃક્ષો કાપવાનો કેસ?

પશ્ર્ચિમ બંગાળ સરકારે પાંચ સ્થાનો પર રેલવે લાઈન પર ઓવરબ્રિજ અને હાઈવેનું વિસ્તૃતીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. રેલવેની અવરજવરના કારણે ઉભી થતી ટ્રાફીકની સમસ્યા અને અકસ્માત નિવારવાના ઉદેશ્યથી મમતા સરકારે કાઝીપૂરા, અશોકનગર, હાબરા-૧, હાબરા-૨, અને બોનર્ગાંવ પાસે રેલવે લાઈનો પર ઓવરબ્રિજ બનાવવાનો તથા નેશનલ હાઈવે ૧૧૨ને વિસ્તૃત કરવાની યોજના બનાવી હતી. આ યોજનાને સાકાર કરવા માટે ૩૫૬ હયાત વૃક્ષોને કાપવા પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. આ વૃક્ષોના નિકંદન કાઢવા સામે એનજીઓ દ્વારા કલકતા હાઈકોર્ટમાં રીટ થઈ હતી. જેને કલકતા હાઈકોર્ટે આ રીટને કાઢી નાખીને બંગાળ સરકારને વિકાસ માટે વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી જેની હાઈકોર્ટના આ હુકમ ને એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.