Abtak Media Google News

શિક્ષણની જેમ ખેલકુદને પણ અભ્યાસ ક્રમમાં સ્થાન આપવામાં આવશે: ખેલ મંત્રી

ભારતીય બંધારણ મુજબ ભારતના દરેક નાગરીકોને વાણી સ્વાતંત્રતા શિક્ષણનો અધિકાર માહિતીનો અધિકાર જેવા કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. પણ શુ ખેલકુદને પણ માનવ અધિકાર તરીકે જાહેર કરી શકાય ખરી? ઘણા બાળકો અભ્યાસની સરખામણીએ રમત ગમતમાં વધુ પ્રતિભાશાળી હોય છે.તેનામાં પડેલી આવડતોને ઓળખવા માટે વેગ મળશે. કારણ કે સોમવારે સુપ્રીમ કોર્ટે અરજદારની સુનવણી કરવાની મંજૂરી આપી હતી.

કાયદાના વિદ્યાર્થી કનીષ્ઠા પાંડે દ્વારા કરવામાં આવેલી અરજીમાં તેણે સ્પોર્ટસ અંગેની મહત્વતા વિશે રજૂઆત કરી હતી ત્યારબાદ યુજીસી, સીબીએસઈ અને સ્પોર્ટસ ઓથોરીટીને લાઈડલાઈન આપવામા આવી હતી અરજદારે જણાવ્યું જયાં સુધી દેશમાં રમત ગમતની પ્રવૃત્તિઓને મહત્વ નહી આપવામા આવે અને સ્પોર્ટસ એજયુકેશનની સ્થાપના નહી કરવામાં આવે ત્યાં સુધી ભવિષ્યમાં ખેલ જગત વિશ્વમાં ભારતને મેડલ મેળવવા મુશ્કેલ છે. આપણાં દેશને સ્પોર્ટસ માટે યોગ્ય વાતાવરણની આવશ્યકતા છે.

તેની સાથે જ વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાની ટ્રેનીંગ અને શિક્ષણ મળે તે પણ જરૂરી છે અને સ્પોર્ટસ ટ્રેનીંગને પ્રાથમિક શિક્ષણમાંજ મુળભૂત અધિકારનું સ્વરૂપ આપવામા આવે તો બાળપણથી જ બાળકમાં રહેલી પ્રતિભાને ઓળખીને આ તલવારને ધારદાર બનાવી શકાય સિલેબસ કમીટીમાં કોઈ એક રાષ્ટ્રકક્ષાની વ્યકિતનો સમાવેશ કરવો જોઈએ.

તમામ સ્કૂલ, બોર્ડમાં શિક્ષણની માફક રમતજગતને સ્થાન મળવું અનિવાર્ય છે. એલીમેન્ટરી સ્ટાફ દ્વારા જ વિદ્યાર્થીઓને ખેલકુદનો અધિકાર આપવો જોઈએ કારણ કે સ્પોર્ટસ સહેલુ નથી આજે આવડત અને મકકમતા હોવા છતા સ્પોર્ટસના ખેલાડીઓને સુવિધાઓની અછત સતાવે છે.

પૂરતા પ્રમાણમાં સાધનો મળતા નથી જો બાળપણથી જ વિદ્યાર્થીઓની રૂચી જાણવામા આવે તો તેના ભાવીનું ઘડતર પણ યોગ્ય રીતે કરી શકાય છે. જેને મૂદે એબ મંત્રી રાજયવર્ધન રાઠોડે જણાવ્યું હતુ કે અભ્યાસ ક્રમમાં ૫૦ ટકાનો ઘટાડો કરી સ્કૂલોમાં સ્પોર્ટનો પરિયડ અનિવાર્ય કરવા સરકારે તૈયારી દર્શાવી છે. રાઠોડે વધુમાં કહ્યું કે આપણે હાલ એવા સ્થાને છીએ જયા ખેલને શિક્ષણમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

શિક્ષા મંત્રાલયે સુનિશ્ચિત કર્યું છે કે ૨૦૧૯ સુધીમાં અભ્યાસક્રમ ઘટાડી તેમાં સ્પોર્ટસને સ્થાન અપાશે હવે સ્પોર્ટસ ઈન્ડિયા ખેલના સાધનો આવશ્યકતાઓને પૂરી કરવા અન્ય વસ્તુઓમાં કાપ મૂકીને ખેલ કુદની જરૂરતો પર ખર્ચ કરશે આ વર્ષે આપણી પાસે ખાસ રમત ગમત માટેની ૨૦ સ્કૂલો રહેશે. જેમાં દરેકમાં સાતથી દશ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમ સ્પોર્ટસને પણ અનિવાર્ય સ્થાન મળશે. જોકે આ સુધારાથી સ્કૂલોએ સગવળતા વધારવી પડશે.

ઘણી સ્કૂલો નાની એવી બિલ્ડીંગમાં ચાલતી હોય છે. એવામાં જો ખેલકૂદ અનિવાર્ય બનશે તો રમતના મેદાન ખેલ સાધન સામગ્રી અને અન્ય સુવિધાઓ માટે સ્કૂલોએ સગવળતા કરવી જ પડશે બની શકે છે કે ખેલને જો મૂળભૂત અધિકારો અપાય તો ખેલના સાધનોના ઉત્પાદકો ભાવ વધારો કરી નફો કમાય આમ સ્પોર્ટસ શારીરીક અને માનસીક બંને સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી છે.તેથી બાળપણથી જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય હવે રમતને મૂળભૂત અધિકાર બનાવવું સરળ કહી શકાય પણ શું લોકોની માનસીકતા બદલી શકશે ખરી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.