Abtak Media Google News

ભાજપ દ્વારા શહેરભરમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ: ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં યુવાનો મહિલાઓ ભાજપને ફરી વિજય અપાવશે

ભાજપ આવનારા સમયમાં વટવૃક્ષ બને અને યુવાનો અને નવી પેઢી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય તેવા આશયથી રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં આજથી ગુજરાતના ૪૧ જિલ્લામાં અને ૨૮,૬૩૯ જેટલા શકિત કેન્દ્રો પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા અભિયાન વૃદ્ધિ હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ કરાયો છે.

આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સંગઠન પરંપરા મુજબ દર ૩ વર્ષે સદસ્યતા વૃદ્ધિ અભિયાન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ સદસ્યતા વૃદ્ધિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાન યુવાનોમાં રાષ્ટ્રવાદની વિચારધારા જગાવવાનું અભિયાન એટલે કે ખરાઅર્થમાં સદસ્યતા વૃદ્ધિ અભિયાન બની રહેશે ત્યારે આવનારી ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં યુવાનો, મહિલાઓ, પ્રબુઘ્ધ નાગરીકો રાષ્ટ્રભાવનાથી સિંચાયેલી ભાજપને ફરી એકવાર સતાનું સુકાન સોંપી વિકાસની રાજનીતિને વિજય અપાવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન એટલે કે પંચામૃત વિચારથી ગુજરાત ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. પંચામૃત એટલે ગોત્ર, સામાજિક, ભૌગિલિક વર્ગ અને યુવા વૃદ્ધિ દ્વારા લોકોને જોડીને સંગઠનને વધુ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સદસ્યતા વૃદ્ધ અભિયાનમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.