Abtak Media Google News

પૂજ્ય પિતાશ્રી,

આમ તો છેલ્લા ઘણા વર્ષોથી અને લાડથી ‘દાદા’ તરીકે સંબોધન  કરતો આવ્યો છું, પરંતુ આજે તમને ગુમાવ્યા વિષાદ અનુભવું છું, ત્યારે તમને પિતાશ્રી તરીકે સંબોધન કરતા મારી જાતને રોકી શકતો નથી.

મા એ ઘરની દીવાલ છે, તો પિતા છત. એ છત જે પોતાના છે પરિવારની રક્ષા કરવા તમામ ટાઢ, તડકા, વરસાદ અને પ્રહાર વેઠી લે છે. મા એટલે પ્રેમ અને પિતા એટલે શિસ્ત અને સાહસ. હું જાણું છું કે સૌથી નાના છે દીકરા તરીકે આપનો પ્રેમ અને લાગણી મારા માટે હંમેશા સવિશેષ હતા.

જીવનમાં ઘણી મુશ્કેલી તમે વેઠી પરંતુ ક્યારેય ફરિયાદ ન કરી તેનાથી પણ હું અજાણ નથી. ગરીબ-અભણ અને ગામડામાં ખેતી કરવા છતાં આપે મને ખુબ ભણાવ્યો અને સંસ્કાર આપી લાયક બનાવવા તમામ પ્રયત્નો કર્યા. હું એ પણ જાણું છું કે તમે મારા હોદા નું કોઈ બંધારણીય જ્ઞાન ન હતું. પરંતુ તમે, લોકોનું ભલું થાય એવું કરવું” એટલું કહીને જગતનું સર્વોપરી જ્ઞાન આપ્યું – છે. આપનું આ વાક્ય હંમેશા સારા કાર્યનું માર્ગદર્શક સિદ્ધાંત’ બનીને રહેશે.

મહાભારતનું શાંતિપર્વ માં કહ્યું છે, “વિતરિ પ્રીતિનાવને प्रीयन्ते सर्व देवता:” अर्थात् वाले पिता जूस थाय छे, त्यारे तभाभ हैयो ખુશ થાય છે. આપની વિદાયથી, ક્યારેય નહિ અનુભવેલું દુઃખ અને ખાલીપો જે અનુભવું છું. તમામ અગવડ વચ્ચે અમને લાયક બનાવનાર પૂજ્ય છે. પિતાશ્રી ને શત્ શત્ વંદન.

આપનો નશ્વર દેહ નથી રહ્યો, પરંતુ અમારા હૃદયમાં આપ સદૈવ ઉં રહેશે. આપણા પરિવાર પર આપના આશીર્વાદ રહે તેવી પ્રાર્થના..
આપનો લાડલો
મનસુખ

ઓકેઓકેકેકે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.