Abtak Media Google News

કેશવ કો ઓપ. ક્રેડીટ સોસાયટી અને સતવારા સમાજ માણાવદર દ્વારા શહીદ ગોરધનભાઈ ચૈાહાણની પ૫મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ  યોજાયો

જૂનાગઢ, ગુજરાત જનસંઘના પ્રથમ શહિદવીર, માણાવદર શહેર સુધરાઈના ઉપસભાપતિ અને સતવારા સમાજ માણાવદરના આગેવાન શહીદ ગોરધનભાઈ ચૈાહાણની ૫૫મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાજંલી કાર્યક્રમ માણાવદર ખાતે યોજાયો હતો. કેશવ કો ઓપ. ક્રેડીટ  સોસાયટી અને સતવારા સમાજ માણાવદર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. માણાવદરના લોકલાડીલા નેતા અને આગેવાન શહીદ ગોરધનભાઈ ચૈાહાણની પુણ્યતિથિ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રી પ્રવાસન અને મત્સ્યોધોગ શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીશ્રીએ  શહીદ ગોરધનભાઈ ચૈાહાણને શ્રદ્ધાજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, અન્યો માટે જીવન કેવી રીતે જીવવું તે આપણને ગોરધનભાઈ પાસેથી શીખવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, એ માત્ર માનવ જાતને સારા કાર્યો કરવાનો અવસર મળે છે.

પોરબંદર મતવિસ્તારના સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, જે અન્ય માટે જીવે છે તેને લોકો યાદ કરે છે, લોકોના હિત માટે કામ કરે છે તે સાચું જીવન છે. તેમણે આ તકે શહીદ ગોરધનભાઈ ચૈાહાણે  કરેલા કાર્યો આમ સમાજને કાયમ પ્રેરણા સભર બની રહેશે તેમ જણાવી શહીદવીર ગોરધનભાઇ ચૈાહાણને શબ્દાંજલી અર્પણ કરી હતી. શ્રદ્ધાસુમન કાર્યક્રમ બાદ માણાવદર દિવાનપરા ગરબી ચોક ખાતે શહીદવીરની પ્રતિમાને ફૂલહાર વડે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

આ તકે શહીદવીર ગોરધનભાઈ ચૈાહાણને રમેશભાઈ નકુમ, વલ્ભભાઈ પરમાર, જૂનાગઢ સમસ્ત સતવારા સમાજના શ્રીપ્રભુદાસભાઈ ડાભી, ભાજપ આગેવાન શ્રીજયેન્દ્રભાઈ કુરાણી, શ્રીહરસુખભાઈ ગરાળા, શ્રીમથુરભાઈ ત્રાંબકીયા, કેશવ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના ચેરમેન શ્રીછગનભાઈ પેથાણી, શ્રીરામશીભાઈ ભેટારિયા, શ્રીનરેન્દ્રભાઈ ભુત, શ્રીનિતેષભાઈ નકુમ, શ્રીવિનુભાઈ જાની  સહિતના એ શબ્દ દ્રારા  શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી. આ તકે સ્વાગત પ્રવચન શ્રીભીખુભાઈ પાંભરે કર્યું હતું જયારે શહીદ ગોરધનભાઈ ચૈાહાણને ફુલહાર તેમના પૈાત્ર  હિમાંશુભાઈ ચૈાહાણે કર્યું હતુ. કાર્યક્રમમાં સતવારા સમાજ માણાવદર દ્વારા  કેબીનેટ મંત્રીશ્રી પ્રવાસન અને મત્સ્યોધોગ શ્રી જવાહરભાઈ ચાવડા અને પોરબંદર મતવિસ્તારના સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુકનું સમાજશ્રેષ્ઠીઓએ શાલ અને પુષ્પ વડે સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં માણાવદરનાં પ્રબુધ્ધ નગરનજનો  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.