Abtak Media Google News

કેન્દ્રીય પ્રધાનમંડળે ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (ડીબીઆઈએલ) અને લક્ષ્મી વિલાસ બેંકના મર્જરની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં એટીસી ટેલિકોમમાં એફડીઆઇને પણ મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપી હતી. નોંધનીય છે કે, રિઝર્વ બેંકે લક્ષ્મી વિલાસ બેંકને ડીબીએસ બેંકમાં મર્જ કરવાનો તખ્તો ઘડ્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જૂન 2020 માં બેંકનું મૂડી પર્યાપ્તતાનું પ્રમાણ 0.17 ટકા પર પહોંચ્યું હતું, જોકે, તે ઓછામાં ઓછું 9 ટકા હોવું જોઈએ. નાણાકીય વર્ષ 2020 સુધીમાં બેંકની ધિરાણ બાકી 13,827 કરોડ અને થાપણો 21,443 કરોડ રૂપિયા હતી.

બીજીતરફ એટીસી ટેલિકોમ ઇન્ફ્રામાં 2480 કરોડ વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ)ને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એટીસી પેસિફિક એશિયાએ ટાટા જૂથની કંપની એટીસીના 12 ટકા શેર હસ્તગત કર્યા છે.

NIIFને 6 હજાર કરોડ મળશે

મૂડી રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ મોદી સરકારે તબક્કાવાર પગલા લીધા હતા. જેના પરિણામે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) ની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે નિર્ણય લીધો છે કે તેમાં 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.