Abtak Media Google News

હાલ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી રૂ ૫,૫૫૬૩૧ કરોડની આવક ધરાવે છે. તો આગામી વર્ષોમાં વધશે જ કેમ કે લોકો સ્ટેટસ સીમ્બોલ પ્રમાણે જીવન જીવતા થયા છે ત્યારે ધામધૂમથી મોભાદાર પ્રસંગ કરવા માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ સોંપતા હોય છે.

Advertisement

હાલ લોકો જયારે સ્ટેટસ સિમ્બોલ પ્રમાણે જીવન જીવતા થયા છે ત્યારે ધામધૂમથી મોભાદાર પ્રસંગ કરવા માટે ઇવેન્ટ મેનેજમેન્ટને એપાઇન્ટ કરતાં હોય છે. ભારત ૨૦૨૦-૨૧ સુધીમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીસમાં રૂ ૧૦,૦૦૦ કરોડને પાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાલ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ‚રૂ.૫,૬૩૧ કરોડની કિંમત ધરાવે છે જે ૨૦૧૬-૧૭ ના રીપોર્ટનું તારણ છે જે સરેરાશ ૧૬ ટકા સીએજીઆરમાં વધારો થયો છે.

ભારતનું મીડિયા અને એન્ટરઇનમેન્ટ ઇન્ડિસ્ટ્રી ૧૧.૧૨ ટકા સીએજીઆર પ્રમાણે મનોરંજન આપી રહી છે. ભારતમાં સ્પોર્ટસ, બ્રાન્ડ, મનોરંજન, કાર્યક્રમોમાં હાલ લોકો દિલ્ચસ્પી દાખવતા થયા છે. તો લોકો પર્સનલ પ્રોગ્રામોમાં પ્રોડકટ વિમોચનો પાછળ પણ ખર્ચતા થયા છે. ભારતમાં ૬૪ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ જેની હેઠળ અન્ય પેટા કંપનીઓ સામેલ છે. ઇવેન્ટ એન્ડ એકટીવેશન ટેકનોલોજીના અધિકારી આશિષ ફેરવાનીનું માનવું છે કે ભારતીય ઇવેન્ટ કંપનીઓ ઇનોવેટીવ ટેકનોલજીને સ્વીકારી બમણી પ્રગતિ મેળવી શકે છે.

જેવી રીતે ડિજીટલ કંપની આવી રહી છે અનેક ઉદ્યોગોમાં સકારાત્મક પ્રગતિના તારણ મળી રહ્યાં છે. તો માર્કેટીંગ, ‚રલ એકસપાન્શન ડિજીટલ એવિએશનમાં પણ વધારો થયો છે. ૯૦ ટકા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને પૂરેપૂરો સંતોષ મળે છે. હાલ ઇવેન્ટમાં લોકો ડિજીટલ સ્કીન તેમજ અનેક સંશાધનોનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે માર્કેટમાં પણ ડિજીટલ ઇવેન્ટસની ગત બે વર્ષમાં ૨૦ ટકા માંગ વધી છે. જે વેલ્યુ માત્ર ઓર્ગેનાઇઝડ ક્ષેત્રે કરવામાં આવી છે. જે કુલ આંકડાની ૫૦ ટકા છે તો ઇવેન્ટ મેનેજર્સની અનઓર્ગેનાઇઝડ કંપનીઓ પણ છે જે આવક ધરાવે છે. ઓર્ગેનાઇઝડ ક્ષેત્રો આગામી ત્રણ વર્ષમાં ૬૦ ટકા વધારો થવાની આશા ધરાવે છે. હાલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઅો  ટેકનોલોજી ક્રિએટીવીટીમાં પરિવર્તન થઇ રહી છે. જેનાથી ભારતની આર્થિક સ્થિતિને લાભ થયો છે. લગ્ન પ્રસંગો બર્થડે પાર્ટીઓમાં ઇવેન્ટ હોલ્ડર્સ કંપનીઓને ફાયદો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.