એફોર્ડેબલ હાઉસિંગના સ્વપ્નને સાકાર કરવા બિલ્ડરો ઝંખે છે ફક્ત સરકારનો સાથ

સ્ટેમ્પ ડ્યુટીનો ઉંચો દર, મટીરીયલના વધતા જતા ભાવ, બિલ્ડરો માટે માથાના દુ:ખાવા સમાન

રાજકોટ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમગ્ર દેશમાં એક મોડેલ તરીકે વિકસિત થઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રાજકોટ બેનમૂન બની રહ્યું છે. બિલ્ડરો તો મહેનત કરી જ રહ્યા છે સાથોસાથ સરકાર પણ એક પછી એક આયોજન થકી રાજકોટને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બેનમૂન બનાવવા પ્રયત્ન કરી રહી છે. સૌરાષ્ટ્રમાં લગભગ અશક્ય સમાન એઇમ્સ રાજકોટને મળતા સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ શરૂ થઈ છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, વિશાળ નવું રેસકોર્સ, એજ્યુકેશન હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ, આરોગ્યની સુઘડ વ્યવસ્થાઓને કારણે સમગ્ર દેશમાં રાજકોટ અલગ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. હાલ દેશભરમાં તો ખરું જ સાથોસાથ એવી વાતો પણ સામે આવે છે કે, અમેરિકા કે યુ.કે.માં બેઠેલો ભારતીય પણ એવું ઇચ્છતો થયો છે કે, તેનું એક ઘર રાજકોટમાં પણ હોય ત્યારે એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ માટે પણ બિલ્ડરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. એફોર્ડેબલ હાઉસિંગના સ્વપ્નને સાકાર કરવા બિલ્ડરો ફક્ત સરકારનો સાથ ઝંખી રહ્યા છે.

છેવાડાના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ભાડાના મકાનમાંથી મુક્તિ મળે અને તેમને પણ ’સપનાનું ઘર નું ઘર’ મળે તેવું સ્વપ્ન કેન્દ્રની મોદી સરકારે જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારની પહેલ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણે બીડું ઝડપ્યું હોય તે રીતે ઠેર ઠેર એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ બિલ્ડરોએ શરૂ કરી દીધા છે. હાલના તબક્કે અનેકવિધ પ્રોજેક્ટ્સ પૂર્ણ પણ થઈ ચુક્યા છે, ઘણા લોકોને તેમના સપનાનું ઘર મળી પણ ચૂક્યું છે અને ઘણા ખરા પ્રોજેક્ટ્સ હજુ પણ ચાલુ છે. એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ મોટાભાગે શહેરી વિસ્તારની બિલકુલ નજીક વિકાસશીલ વિસ્તારોમાં નિર્માણાધીન હોય છે જેથી વધી રહેલી જમીનની કિંમતના સમયમાં પણ લોકોને સસ્તા ભાવે ઘરનું ઘર આપી શકાય. સરકારે એક કરોડ મકાન એફોર્ડેબલ હાઉસિંગ મારફત બનાવવમાં આવે તેવું સ્વપ્ન જોયું હતું. ત્યારે બિલ્ડરો પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે તત્પર છે. આ પ્રોજેકટ પુરપાટ ઝડપે ચાલી જ રહ્યો હતો ત્યારે કોરોનારૂપી રાક્ષસે બજારમાં આતંક મચાવ્યો. કોરોનાને નાથવા જે લોકડાઉનરૂપી તાળું લગાવવામાં આવ્યું તેના કારણે તમામ ઉદ્યોગ-ધંધાને ભારે માઠીનો સામનો કરવો પડ્યો. ધીમે ધીમે તબક્કાવાર અનલોક થતા ફરીવાર ઉદ્યોગોની ગાડી પાર્ટ ચડી રહી છે પરંતુ અનેક પડકારો હજુ પણ યથાવત છે જેનો સામનો રિયલ એસ્ટેટ ક્ષેત્ર કરી રહ્યું છે.

લોકડાઉન બાદ ક્ધસ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રો મટીરીયલની કિંમતમાં ૩૫% સુધીનો ભાવ વધારો આવ્યો છે. જેથી બિલ્ડરો કોસ્ટ કટિંગ કરી શકતા નથી. અધૂરામાં પૂરું અમુક રો મટીરીયલ પર બિલ્ડરોએ ૨૮% સુધીનો જીએસટી પણ ભરવો પડતો હોય છે જે પડકાર બિલ્ડરો માટે મોટા પડકારો પૈકી એક છે. ઉપરાંત લોકડાઉન બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માંદગીમાં સપડાયું હોય તે રીતે લોકો તેમના બુકિંગ રદ્દ કરી રહ્યા હતા જેથી બિલ્ડરોએ પ્રોજેકટ આગળ ધપાવવા કરતા ગ્રાહકોને રિફંડ આપવા મજબૂર બન્યા હતા. જેના પરિણામે રિયલ એસ્ટેટ ખૂબ માઠી અસરનો સામનો કરી રહ્યું હતું. તેવા સમયમાં દસ્તાવેજ નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે ચૂકવવો પડતો ૬% નો દર પણ મુખ્ય પડકારો પૈકી એક છે. ત્યારે બિલ્ડરો સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની માંગ પણ રાજ્ય સરકાર પાસે કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, લોકડાઉન બાદ માંદગીમાં સંપડાયેલા રિયલ એસ્ટેટને ફરીવાર બેઠું કરવા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. ઉદ્ધવ સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ના ચાર મહિના માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર અનુક્રમે ૬% અને ૫%માંથી ઘટાડીને ૩% કરી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારની આ રાહતનું પરિણામ હકારાત્મક આવ્યું અને આ ચાર મહિનાના ગાળામાં વર્ષ ૨૦૧૯ની સાપેક્ષે સરકારની આવકમાં રૂ. ૩૬૭ કરોડનો વધારો પણ નોંધાયો સાથોસાથ દસ્તાવેજ નોંધણીમાં ૪૮% લનો ધરખમ વધારો પણ નોંધાયો. મહારાષ્ટ્ર સરકારના નિર્ણય અને તેના પરિણામનો હવાલો આપતા રાજ્યના બિલ્ડરો પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે. સાથોસાથ કરમુક્તિ સ્કીમ, રો મટીરીયલના ભાવમાં રાહત, ટી.પી. સ્કીમોનું ઝડપી અમલીકરણ સહિતની બાબતોમાં સરકારનો સહકાર મળે તો બિલ્ડરો વધુ ઝડપે એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ તૈયાર કરીને લોકોને ઘરનું ઘર આપી શકશે.

એફોર્ડેબલ હાઉસની સ્કીમ રિયલ એસ્ટેટ ક્ષેત્રેમાં નવીનીકરણનું માઘ્યમ બનશે: પરેશભાઈ ગજેરા

પરેશભાઈ ગજેરા એ અબતક સાથે ની ખાસ મુલાકાતમાં જાણવ્યું હતું કે શહેરીકરણમાં મોટાભાગે એફોર્ડેબલ હાઉસ ચાલી રહ્યા છે મોટા પાયે તેનો ગ્રોથ જોવા મળી રહ્યો છે ગામડા ગામથી લોકો શહેર તરફ વળી રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગ માટે પણ એફોર્ડેબલ હાઉસ સ્વપ્નના ઘર સમાન છે બિલ્ડરોને પણ તેમાંથી વેચાણ વધુ મળી રહે તેવી આશા છે રાજકોટ અત્યારે વિકાસ થી ફૂલીફાલી રહ્યો છે તમામ સુવિધાઓની જરૂર એક મેટ્રો સિટી પાસે હોવી જોઈએ તે તો છે પરંતુ હવે રાજકોટ મેગાસિટી તરફ વળી રહ્યું છે તમામ ઇન્ડસ્ટ્રીઝને મળી રહે એવું સાનુકૂળ વાતાવરણ શહેર પાસે છે રિયલ એસ્ટેટ નું ભવિષ્ય રાજકોટમાં ઉજળું છે વધારે ડેવલોપીંગ સમગ્ર ગુજરાતમાં થશે ત્યારે રાજકોટને હબ ગણી શકાય છે સરકાર દ્વારા પણ એફોર્ડેબલ હાઉસિંગ માટે ખૂબ સારા પ્રોત્સાહન આપી રહી છે જીએસટીમાં ઘટાડો પરંતુ હજુ પણ જો સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવશે તો દસ્તાવેજ નોંધણીમાં પણ વધારો થશે કોરોના કાળ બાદ દરેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે ત્યારે કોસ્ટ કટિંગ અત્યારે વૈશ્વિક બજાર ઉપર ચાલતું હોય છે તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી રાજ્ય સરકારના હાથમાં હોય છે જે જમીનમાં કપાત ની ટકાવારી છે તેમાં પણ સરકાર જો એફોર્ડેબલ હાઉસિંગ નો વિચાર કરે તો વધુને વધુ લોકોને તેમના સ્વપ્નનું ઘર મળી રહેશે કોર્પોરેશન સિવાય જો રૂડા વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં કોઇપણ જાતની વ્યવસ્થા ડેવલોપીંગમાં હોતી નથી જો સરકાર છેવાડાના વિસ્તારો સુધી સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન રાખે તો લોકોને સારૂં જીવનધોરણ મળી શકે છે સરકાર અમને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે.

ત્રણ પ્રોત્સાહન થકી લોકોને ‘ઘરનું ઘર’  આપવુ બનશે સરળ: દિલીપભાઈ લાડાણી

લાડાણી એસ્ટેટના દિલીપભાઈ લાડાણીએ કહ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસિંગના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકારે મુખ્યત્વે કુલ ૩ આયોજનો કરવાની હાલના તબક્કે તાતી જરૂરિયાત છે. જેમાં પ્રથમ તો હાલ ક્ધસ્ટ્રકશનમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલની કિંમત છેલ્લા થોડા સમયમાં ખૂબ વધ્યા છે જેને કાબૂમાં લેવાની જરૂરિયાત છે કારણ કે, જો મટીરીયલ સસ્તું મળશે તો જ બિલ્ડર ઓછી કિંમતે ઘરનું ઘર આપી શકશે. બીજું આયોજન એ કરવાની જરૂરિયાત છે કે, રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની જરૂરિયાત છે. હાલ જે સ્ટેમ્પ ડ્યુટીનો દર છે તેને ઘટાડીને ૫૦% સુધી લઈ આવવાની જરૂરિયાત છે. ત્રીજું આયોજન એ કરવાની જરૂરિયાત છે કે, કોરોના સંક્રમણ બાદ લોકોની જરૂરિયાત બદલાઈ છે જેથી એફોર્ડેબલ હાઉસિંગનો એરિયા વધારીને ૧૨૦ સ્કવેર ફુટ સુધી લઈ જવાની જરૂરિયાત છે જેથી નાનું નહીં પરંતુ લોકોને ખરા અર્થમાં ઘરનું ઘર મળી રહે. ઉપરાંત મોટાભાગના એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ આઉટસ્કર્ટમાં બનતા હોય છે તો સરકારે ઝાડપથી એ વિસ્તારોમા પાયાની સવલતો જેવી કે, રોડ-રસ્તા, પાણી, લાઈટ, ડ્રેનેજ ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, વાત જ્યારે કોસ્ટ કટિંગની કરવામાં આવે તો સરકારે ક્ધસ્ટ્રક્શન સંલગ્ન ક્ષેત્રોને જીએસટીમાં રાહત આપવાની જરૂરિયાત છે જેથી ભાવ નીચા રાખી શકાય. તેમણે કહ્યું હતું કે, ટી.પી. સ્કીમો પણ જો ઝડપથી થાય તો એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટની કનેક્ટિવિટી થઈ શકે

રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની તાતી જરૂરિયાત: ગોપીભાઈ પટેલ

અર્બન લાઈફસ્ટાઈ પ્રોજેકટના ગોપીભાઈ પટેલે કહ્યું હતું કે, લોકોને ઘરનું ઘર આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર બને તેટલો વધુ પ્રયત્ન કરી રહી છે જે બદલ હું બંને સરકારને શુભેચ્છાઓ પાઠવું છે. હાલ મારા મત મુજબ મુખ્યત્વે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીનો જે દર ૬% નજીક પહોંચ્યો છે તેમાં ઘટાડાની જરૂરિયાત છે. ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે નાની મોટી કુલ ૩૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે. અનલોક થયા બાદ દેશભરમાં ક્ધસ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલ્સની કિંમતમાં આશરે ૧૫% થી ૩૫% સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે જેને કાબૂમાં લેવાની તાતી જરૂરિયાત છે જેથી કોસ્ટ કટિંગ પણ કરી શકાય. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે કહ્યું હતું કે, હાલ રાજકોટ માટે ચાંદી હી ચાંદી જેવી સ્થિતિ છે. ’મોસાળે જમણવાર અને માઁ પીરસનારી’ તેવી રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની પેન્ડિંગ રહેલી ટી.પી. સ્કીમો પણ ખૂબ ઝડપથી ફાઇનલ કરાવી છે. રોડ રસ્તાનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યા છે. રાજકોટ માટે અશક્ય સમાન એઇમ્સ પણ મળી છે. તે ઉપરાંત રાજકોટને ઇન્ડસ્ટ્રીયલ ઝોન, એજ્યુકેશન ઝોન, આરોગ્યની સુવિધાઓ, નવું વિશાળ રેસકોર્સ, નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિતની તમામ સવલતો મળી છે જેથી રાજકોટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સુદ્રઢ છે તેમ કહી શકાય. તેમણે કહ્યું હતું કે, અગાઉ જીએસટીનો જે ૧૨%નો દર હતો તેને તો ઘટાડી દેવામાં આવ્યો છે જે બદલ અમે સરકારના આભારી છીએ પરંતુ અમુક રો મટીરીયલમાં ૨૮% સુધી જીએસટીની દર લાગતો હોય છે તેને ઘટાડવાની જરૂર છે જેથી કોસ્ટ કટિંગ કરી શકાય જેનો સીધો લાભ લોકોને મળી શકશે.

સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી, પેઇડ એફએસઆઇ, ડેવલપમેન્ટ ચાર્જમાં ઘટાડો એફોર્ડેબલ હાઉસ નોંધણીમાં વધારો કરશે: સુજીતભાઈ ઉદાણી

સુજીતભાઈ ઉદાણી બિલ્ડર એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે અમારા એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવો અનિવાર્ય જીએસટી માં ૧ટકા નો ઘટાડો આવકાર દાયક છે  ત્યારે રેવન્યુ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડો કરવી જરૂરી પ્રોપર્ટી ટ્રાન્જેક્શન થતું ત્યારે સરકારને તેમાંથી કોઈ સીધી રીતે ફાયદો થતો નહીં છેલ્લા બે વર્ષથી દરેક નોંધણી પર જીએસટી લાદવામાં આવી છે ત્યારે હવે ડ્યૂટીમાં ઘટાડો કરવો એ અનિવાર્ય છે કોરોના કાળ દરમિયાન દરેક ક્ષેત્રે નાના મોટા ઝરકો આવ્યા છે જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ નવા પ્રાણ ફૂંકાય એવી જરૂરિયાતો ઉભી થઇ છે પરંતુ હાલ એફોર્ડેબલ હાઉસિંગ ની લોકોમાં માંગ વધી રહી છે અને સરકારનો પણ એફોર્ડેબલ હાઉસિંગ પર સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હોય એવું સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ સ્ટેમ્પ ડયુટી ઘટાડવી જરૂરી સરકાર દ્વારા કરવામાં આવે તો એફોર્ડેબલ હાઉસ ઝડપથી કામ શરૂ થઈ શકે છે  ગ્લોબલાઇઝેશન હાલ ચાલી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ એક પ્રાંત પૂરતા કોઈપણ વસ્તુના ભાવ સીમિત નથી રહેતા ત્યારે કોસ્ટ કટિંગ બહુ મહત્વનો પાયો છે અત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે હાલની સરકાર દ્વારા ટીપી ની અમલવારી ખૂબ ઝડપથી થઇ રહી છે છેલ્લા ત્રણ વર્ષ થયા ૩૦૦થી વધુ ટીપી મંજૂર થઈ છે જે ભૂતકાળમાં ક્યારેય આટલી ઝડપથી થઈ  નથી  અર્બન ઓથોરિટી દ્વારા પણ ઘણા કાર્ય શરૂ થાય તો વધુ ઝડપથી કામ થાય અને લોકોને ઝડપથી એફોર્ડેબલ હાઉસ મળી રહે.

એફોર્ડેબલ હાઉસિંગ માટેના સરકારના દરેક પગલા આવકારદાયક છે: મુકેશભાઈ શેઠ

મુકેશભાઈ શેઠ એ અબતક સાથેની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં ઈકોનોમીક ગ્રોથ કરી રહી છે ડિસેમ્બર મહિનામાં આપણી જીએસટીની આ વખતે એક કલાક ૧૫૦૦૦ કરોડની રહી તે કહેવાય ભાઈ જેવી છે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઓલ ઇન્ડિયામાંથી સારા સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ પણ સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો કરી અને રેવન્યુ માં વધારો કર્યો છે બીજી તરફ બિલ્ડરના પ્રોજેક્ટ જતા દરેક માં પણ વેચાણ નો વધારો થયો છે હાઉસિંગ ફોર ઓલ નું જે ઇન્ડિયાનું મયિફળ છે તે અત્યારે સાકાર થઇ રહ્યું છે તેમ જોઈ શકાય છે સરકાર તેના દરેક ડગલે પગલે પ્રોત્સાહન આપી રહી છે બિલ્ડરોને પણ ઇન્કમટેક્સમાં રાહત મળી છે અને એવા ઘણા બધા ફાયદા સરકાર દ્વારા થયા છે આવી સ્કીમો ને આવતા વર્ષે સારી રીતે જો બજેટમાં કરવામાં આવે તો એફોર્ડેબલ હાઉસિંગ વધુમાં વધુ લોકોને મળી રહે અને સસ્તા ભાવે વેચાણ થઈ શકે તો બિલ્ડરોને પણ ફાયદો થઈ શકે છે આ પગલાં દ્વારા સરકારની ઇકોનોમી માં પણ ફેરફાર જોવા મળશે મજબૂત બની શકે છે એ કોનો ળય સરકારને બીજા અન્ય ટેકસની પણ આવકમાં વધારો થશે હાઉસિંગ ઉપર અઢીસો જેટલી ઇન્ડસ્ટ્રી નિર્ભર છે તેમાંથી પણ સરકારને રેવન્યુ જનરેટ થઈ શકે છે એ લોકોનો પણ બિઝનેસ ખૂબ વિકાસ પામશે જેના કારણે લિક્વિડિટી નું વાતાવરણ ખૂબ સારું જળવાઈ રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરવામાં આવે તો દરેક બાંધકામ પર સેફટી મહત્વનો ભાગ ભજવે છે આધુનિક ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરી અને સારું ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જરૂરી અને આનંદની વાત એ પણ છે કે રાજકોટ શહેરમાં જે અન્ય છ શહેરો ની સાપેક્ષમાં જે રીતે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ માવીક ટેકનોલોજી નો ઉપયોગ કરી શહેર અંદર ૧૪ માળના ટાઉનશિપ ઊભી કરી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ આવકારદાયક છે ખાનગી બિલ્ડર પણ આ જ પ્રકારની ટેકનોલોજી લઈ આ દિશામાં આગળ વધુ જરૂરી છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો ટીપી શાખાની અમલવારી ખૂબ સારી થઈ રહી છે ૩૦૦ થી પણ વધુ મંજૂર કરવામાં આવી છે આ જ રીતે જો બધું કામ આગળ કરશે તો ગુજરાતમાં આની સારી અસર જોવા મળશે અને ડેવલોપીંગ વધુ થતું જશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું જોવા મળશે રોડ નેટવર્ક સારું થશે અને લોકોને સુવિધા ખૂબ મળી રહેશે. ગુજરાત સરકાર બિલ્ડરોને ખૂબ સારો પ્રોત્સાહન આપી રહી છે અને વિકાસની દોડમાં પણ ભાગ લઇ રહી છે.

લોકોને ઘરનું ઘર આપવા બિલ્ડરો અને સરકાર તમામ રીતે સજ્જ : બીપીનભાઈ વિરડીયા

બીપીનભાઈ વિરડીયા એ અબતક સાથે ની ખાસ મુલાકાત જણાવ્યું હતું કે સરકારે પણ એફોર્ડેબલ હાઉસિંગ માટે જે કમર કસી છે તે પણ આવકારદાયક છે છેલ્લા બે વર્ષથી દરેક નોંધણી પર જીએસટી લાદવામાં આવી છે ત્યારે હવે ડ્યૂટીમાં ઘટાડો કરવો એ અનિવાર્ય છે કોરોના કાળ દરમિયાન દરેક ક્ષેત્રે નાના મોટા ઝરકો આવ્યા છે જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ નવા પ્રાણ ફૂંકાય એવી જરૂરિયાતો ઉભી થઇ છે પરંતુ હાલ એફોર્ડેબલ હાઉસિંગ ની લોકોમાં માંગ વધી રહી છે જીએસટીમાં ઘટાડો પરંતુ હજુ પણ જો સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવશે તો દસ્તાવેજ નોંધણીમાં પણ વધારો થશે કોરોના કાળ બાદ દરેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે ત્યારે કોસ્ટ કટિંગ અત્યારે વૈશ્વિક બજાર ઉપર ચાલતું હોય છે તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી રાજ્ય સરકારના હાથમાં હોય છે જે જમીનમાં કપાતની ટકાવારી છે તેમાં પણ સરકાર જો એફોર્ડેબલ હાઉસિંગનો વિચાર કરે તો વધુને વધુ લોકોને તેમના સ્વપ્નનું ઘર મળી રહેશે કોર્પોરેશન સિવાય જો રૂડા વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં કોઇપણ જાતની વ્યવસ્થા ડેવલોપીંગમાં હોતી નથી જો સરકાર છેવાડાના વિસ્તારો સુધી સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન રાખે તો લોકોને સારૂં જીવનધોરણ મળી શકે છે સરકાર અમને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે.

એફોર્ડેબલ હાઉસિંગ સબસીડી માટેનો સમય વધારો લંબાવો અનિવાર્ય: કિશોરભાઈ હાપલીયા

કિશોરભાઈ હાપલીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે સમન્વય હાઈટ એ એફોર્ડેબલ હાઉસ લોકોને મળી રહે તેવા પ્રોજેકટ શરૂ કર્યા છે તેમજ અમે  લોકોને ૧૦૦% ટકા લોન માટે ની વ્યવસ્થા ઊભી કરી દીધી છે સરકારે પણ એફોર્ડેબલ હાઉસિંગ માટે જે કમર કસી છે તે પણ આવકારદાયક છે પણ હજુ સરકારે ઘણા બધા કાર્યો કરવા પડશે જે વધુ સસ્તી રીતે લોકોને પ્રાપ્ત થઇ શકશે એફોર્ડેબલ હાઉસ તે માટે લાભદાયી રહેશે સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો કરવાથી તેમાં જ જે સબસીડી મળી રહે છે એફોર્ડેબલ હાઉસ માટેની તેની સમય મર્યાદા ને લંબાવી ખૂબ જરૂરી છે જેથી કરી જે સરકાર નો ટાર્ગેટ છે તે પણ પૂરો થઈ શકે છે લોકોને પોતાનું સ્વપ્નનું ઘર મળી રહે ત્યારે અમે પણ અમારા તરફથી પ્રયત્નો કરી રહ્યા છીએ અને સરકાર સાથે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં ઉભા છે વધુ સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે પારદર્શક રીતના કાર્ય કરવા પડશે બાંધકામ માટે ની તમામ તાકીદ માં ઝડપથી કામ કરાવે નિયમોમાં સરળતા લાવે અને ઝડપથી દરેક કામને લાગતી મંજૂરી આપે અમે તો આ ગ્રાહકો માટે સોટકટ દસ્તાવેજ કરવા પણ તૈયાર છે ૯૦ ટકા લોકો પણ આપવા તૈયાર છે સરકારે હવે થોડાક પોતાના નિયમોમાં ફેરફાર કરવા જોઈએ અને અમને અને ગ્રાહકોને જેને સ્વપ્નનું ઘર લેવું છે તેને રાહત આપવી જરૂરી.

Loading...