Abtak Media Google News

પોરબંદરનાં ધારવાળા બાબરા માર્ગ પર બાઈક સ્લીપ થતા ભાઈની નજર સામે ભાઈનું મોત નિપજતા ખારવા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરનાં બગવદર વિસ્તારમાં રહેતા મિલન નાથાલાલ વાંદરીયા નામના ખારવા યુવાન પોતાના હિતેષ સાથે જી.જે.૨૪ એફ ૯૪૮૬ નંબરનું બાઈક લઈને ધારવાળા બાબરા માર્ગ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોલાઈમાં હિતેષ વાંદરીયા નામના યુવાને સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા હિતેષને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જયાં હિતેષ ખારવાનું મોત નિપજયું હતુ જયારે મિલનને ઈજા પહોચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.