બ્રિટનના રાજકુંવર હેરી ‘ઘોડી’એ ચઢશે…!

Britain's Prince Harry
Britain's Prince Harry

પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાનો નાનો પુત્ર ૧૯મી મેના રોજ હોલીવૂડ તારીકા મેધન મર્કેલ સાથે પરણશે

બ્રિટનના રાજકુંવર હેરી ઘોડી એ ચઢવાના છે. જી હા, પ્રિન્સ હેરી અને તેની ફિયાન્સ મેધન માર્કલ કે જે અમેરિકન છે તેમના લગ્ન આગામી

વર્ષ ૧૯મી મેના રોજ થવાના છે.રાણી એલિઝાબેયના પૌત્ર છે પ્રિન્સ હેરી જયારે પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાનો નાનો પુત્ર છે. મેધન માર્કલ વિશે વાત કરી એ તો મેધન અમેરિકન હોલીવુડ એકટર છે. જે યુએસ ટીવી લીગી હામા ‘સુદ્રસ’ની સ્ટાર છે.

જણાવે દઇએ કે, પ્રીન્સ હેરી અને મેધન માર્કલે ગયા મહિને એટલે કે નવેમ્બરમાં જ સગાઇ કરી હતી.

અને હવે, ૧૯મી મેના રોજ પશ્ર્ચિમ લંડનમાં વીન્ડસર કેસલના જયોર્જ ચાપલમાં લગ્ન કરશે.

પ્રિન્સ હેરીએ લગ્ન માટે જયોર્જ ચાપલ સ્થળ પસંદ કર્યુ છે. કારણ કે આ એક સૌથી સુંદર અને શાહી જગ્યા છે. જે આ રાજધરાના પરિવાર માટે ખાસ સ્થળ છે.

પ્રીન્સ હેરીના ૯૧ વર્ષીય દાદી અને રાણી એલીઝાબેથ અહી ખાસ યોજનારી સેરેમનીમાં હાજરી આપશે.

૩૬ વર્ષીય મેધન માર્કલે પ્રીન્સ હેરી સાથે એક તાંતણે જોડાશે.

જે ખ્રીસ્તી છે બ્રીટન ના પ્રીન્સ સાથે લગ્ન કર્યા બાદ મેધન બ્રીટીશ નાગરીક બની જશે પણ આ સાથે તેણી અમેરિક તરીકેનું નાગરીકત્વ પણ જાળવી રાખશે.

Loading...